અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, 3.4ની તીવ્રતા

08 July, 2020 12:01 PM IST  |  New Delhi | Agencies

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, 3.4ની તીવ્રતા

પ્રતીકાત્મક તસવીર

પાછલા કેટલાક દિવસોથી ભારત સહિત દુનિયાભરના વિવિધ ભાગમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. મંગળવારે વહેલી સવારે ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા, જે બાદ સિંગાપોરમાં ભૂકંપના તેજ આંચકા આવ્યા છે. હવે ભારતના અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. અગાઉ સોમવારે અફઘાનિસ્તાન અને તજાકિસ્તાનમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા. માત્ર સાત કલાકમાં જ દુનિયાના વિવિધ ભાગમાં ૫ મોટા ભૂકંપના આંચકા આવ્યા. વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાથી લોકો ડરી રહ્યા છે.

મંગળવારે વહેલી સવારે ૪ વાગીને ૪૪ મિનિટ પર સિંગાપોરમાં ભૂકંપના તેજ આંચકા મહેસૂસ કરાયા. ભૂકંપની તીવ્રતા ૬.૧ માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્રસાઉથ ઈસ્ટ સિંગાપોરથી ૧૧૦૨ કિલોમીટર હતું. ભૂકંપના તેજ આંચકાના કારણે લોકો ડરી ગયા. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા. જોકે હજી સુધી ભૂકંપને પગલે થયેલ નુકસાનનું આંકલન નથી કરી શકાયું.

arunachal pradesh earthquake national news