પુત્રવધૂને સાસુ-સસરાના ઘરમાં રહેવાનો પૂરો હક: સુપ્રીમ કોર્ટનો ચુકાદો

16 October, 2020 07:54 PM IST  |  New Delhi | Agency

પુત્રવધૂને સાસુ-સસરાના ઘરમાં રહેવાનો પૂરો હક: સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે વહુના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. દેશની વડી અદાલતે મહત્ત્વના ચુકાદામાં કહ્યું છે કે ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત વહુને પોતાના પતિનાં માતા-પિતાના ઘરમાં રહેવાનો અધિકાર છે.

જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા હેઠળની ત્રણ ન્યાયાધીશોની પીઠે તરુણ બત્રા સહિત બે ન્યાયાધીશોની પીઠના નિર્ણયને પલટી નાખ્યો હતો.

તરુણ બત્રા કેસમાં બે જજોની બેન્ચે કહ્યું હતું કે ‘કાયદામાં દીકરીઓ, પોતાના પતિનાં માતા-પિતાના સ્વામિત્વ વાળી સંપત્તિમાં ન રહી શકે, જેનો અર્થ હતો કે પતિનાં માતા-પિતાની સંપત્તિમાં પત્નીનો ભાગ ન હોઈ શકે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા હેઠળની ત્રણ જજોની બેન્ચે તરુણ બત્રાના નિર્ણયને ફેરવી તોળતાં ૬-૭ સવાલોના જવાબ પણ આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે પતિની જુદી-જુદી સંપત્તિમાં જ નહીં, પણ સહિયારા ઘરમાં પણ પત્નીનો અધિકાર છે જ.

ઉલ્લેખનીય છે કે પારિવારિક બાબતોમાં દેશની વડી અદાલતનો આ નિર્ણય ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક માનવામાં આવે છે. આ ચુકાદાથી લાખો મહિલાઓને પતિનાં માતા-પિતાની સહિયારી સંપત્તિમાં ભાગ મળશે.

national news new delhi supreme court