કમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવમાં 224 રૂપિયાનો વધારો

02 February, 2020 10:17 AM IST  |  New Delhi

કમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવમાં 224 રૂપિયાનો વધારો

ગેસ સિલિન્ડર

સામાન્ય બજેટ પહેલા કમર્શિયલ ગેસ સિલિન્ડર પર રેકોર્ડ ૨૨૪.૯૮ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વેપારીઓને હવે કમર્શિયલ ગેસ સિલિન્ડર માટે ૧૫૫૦.૦૨ રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. આ કિંમત શનિવાર સવારથી લાગૂ થઇ ગઇ છે. ત્યાં જ ઘરેલુ રસોઇ ગેસ ગ્રાહકો માટે રાહતની ખબર છે. સતત ગત પાંચ મહિનાથી ઘરેલુ ગેસ સિલિન્ડરમાં વધતા ભાવ અટકી ગયા છે. માસિક રેટ રિવિઝનમાં ઘરેલુ રસોઇ ગેસ (૧૪.૨ કિગ્રા)ના બજારભાવમાં કોઇ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. એટલે કે ફેબ્રુઆરી મહિનામાં લોકોને (૧૪.૨ કિગ્રા)વાળા સિલિન્ડર ૭૪૯ રૂપિયાનો જ ભાવ મળશે. ગ્રાહકોના ખાતામાં ૨૩૮.૧૦ રૂપિયાની સબસિડી આવશે. વર્તમાનમાં સરકરા એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સિલિન્ડરો પર સબસિડી આપે છે. જો આથી વધારે સિલિન્ડર જોઇએ તો બજાર ભાવે ખરીદવાના રહશે. જોકે સરકાર દર વર્ષે ૧૨ સિલિન્ડરો પર જે સબસિડી આપે છે, તેની કિંમત પણ દર મહિને બદલાતી રહે છે. સરેરાશ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં બદલાવ જેવી કાર્ટ સબસિડીની રકમ સૂચવવામાં આવે છે.

national news new delhi budget 2020