'પાકિસ્તાનથી મળેલો સંદેશ, દિલ્હી કરો બરબાદ'- આતંકીઓનો ખુલાસો

25 January, 2019 04:05 PM IST  | 

'પાકિસ્તાનથી મળેલો સંદેશ, દિલ્હી કરો બરબાદ'- આતંકીઓનો ખુલાસો

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી પોલિસ દ્વારા ધરપકડ થયેલા અબ્દુલ લતીફ (29 વર્ષ) અને અહમદ ભટ (26 વર્ષ) હાર્ડ કોર આતંકવાદી છે. બન્ને જૈશ-એ-મુહમ્મદના પ્રમુખ અજહર મસૂદથી પ્રેરિત થઈને આતંકવાદી બન્યા છે. અબ્દુલ લતીફે એક મદરસાથી ચાર વર્ષનો મુફ્તીનો કોર્સ કર્યો છે. તે જ સમયે તેમણે સોશિયલ મીડિયા પર તેના ક્રાંતિકારી વિચારો રાખ્યા હતા. એના ક્રાંતિકારી વિચારોછી ઘણા લોકો એનાથી જોડાઈ ગયા હતા.

સોશિયલ મીડિયા પર એના વિચારોને જોઈને પાકિસ્તાની હેન્ડલર અબૂ મૌજે લતીફથી સંપર્ક કર્યો. બાદ એનાથી પ્રેરિત કરવા માટે આતંકવાદી અજહર મસૂદનો વીડિયો અને ઑડિયો ક્લિપ મોકલવા લાગ્યા. જ્યારે તે સંપૂર્ણપણે કબજે થયો ત્યારે તેણે લતીફને હુમલા માટે લક્ષ્ય બનાવવાની શરૂઆત કરી. પાકિસ્તાનમાં બેસેલા અબૂ મૌજે જ દિલ્હીમાં હુમલો કરવા માટે એને તૈયાર કર્યો હતો. સાથે જ હથિયાર અને અન્ય જરૂરતનો સામાન પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

અબ્દુલ લતીફ અને હિલાલ અહમદ ગયા વર્ષે નવેમ્બરમાં એક વર્કશૉપમાં હિસ્સો લેવા માટે જમ્મૂ-કાશ્મીરથી દિલ્હી આવ્યા હતા. એ દરમિયાન એમણે દિલ્હીના વીવીઆઈપી સહિત અન્ય વિસ્તારોની રેકી કરી હતી. તેઓ સુરક્ષા એજન્સીઓના નિશાના પર નહીં આવે, એટલે સોશિયલ મીડિયા અને મોબાઈલ ચેટ દ્વારા અબૂ મૌજ અથવા અન્યથી સંપર્કમાં રહ્યા હતા. સોશિયલ મીડિયા પર અબ્દુલના પોસ્ટથી પ્રભાવિત થઈને મહારાષ્ટ્રના પાશા નામનો વ્યક્તિ એના સંપર્કમાં આવ્યો હતો. એના માધ્યમથી એના ત્રણ જાન્યુઆરી એ જૈશ-એ-મુહમ્મદના ત્રણ રબર સ્ટેમ્પ દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારોથી બનાવ્યા હતા.

સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુમાર કુશવાહાએ જણાવ્યું કે લતીફ એક વર્ષ પહેલા જ આંતકવાદી સંગઠનથી જોડાયેલો હતો. જમ્મૂ-કાશ્મીર પોલિસ વર્ષ 2016માં એની બે વાર સૈન્ય પર પથ્થર ફેંકવાના કિસ્સામાં પણ ધરપકડ કરવામાં આવી હતી. તેની દોઢ મહિનાની એક દીકરી છે અને એના પિતા પણ આતંકવાદી રહી ચૂક્યાછે.

આ પણ વાંચો : સવર્ણોને 10% અનામત પર હાલ રોક નહીં, SCએ કેન્દ્રને આપી નોટિસ

લાજપતનગરમાં અને પૂર્વ દિલ્હીમાં પાઈપ લાઈન બ્લાસ્ટ કરવા ઈચ્છતા હતાં આતંકવાદીઓ

દિલ્હી પોલિસની સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલા જૈશ-એ-મુહમ્મદના બંને આતંકવાદીઓ અબ્દુલ લતીફ અને હિલાલ અહમદ ભટે પૂછતાછમાં સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. બંને આતંકવાદીઓએ જણાવ્યું કે દિલ્હીના ગીચ બજાર લાજપતનગરને નિશાનો બનાવવાના હતા. એના સિવાય, તેઓ પૂર્વ દિલ્હી વિસ્તારમાં ગેસ પાઈપ લાઈનમાં બ્લાસ્ટ કરવના પણ ઈચ્છતા હતા.

delhi pakistan Crime News national news