ચીને લદાખથી લઈને અરુણાચલ પ્રદેશની સીમા સુધી ફાઇટર જેટ તહેનાત કર્યાં છે

23 June, 2020 11:29 AM IST  |  New Delhi | Agencies

ચીને લદાખથી લઈને અરુણાચલ પ્રદેશની સીમા સુધી ફાઇટર જેટ તહેનાત કર્યાં છે

ફાઇટર જેટ

લેહમાં ભારતના મિગ-૨૯ અને અપાચે લડાકુ હેલિકૉપ્ટર તહેનાત કર્યા બાદ ચીને પણ લદ્દાખને અડીને આવેલી પોતાના બે અૅરબેઝ હોટાન, નગ્યારી, શિગાત્સે (સિક્કિમની પાસે) અને નયિંગચી (અરુણાચલ પ્રદેશની નજીક) મોટાપાયા પર ફાઇટર જેટ, બૉમ્બવર્ષક વિમાન અને હેલિકૉપ્ટર તહેનાત કરી દીધા છે. એટલું જ નહીં ચીનની સેનાએ પેંગોંસો જીલ પર ફિંગર ૪ની આગળ ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરતાં રોકવા માટે પોતાની આક્રમક કાર્યવાહીને વધારી દીધી છે.

રિપોર્ટ પ્રમાણે ચીને ભારતને અડીને આવેલી પોતાની સરહદ પર આવેલા એરબેઝ હોટાન, નગ્યારી, શિગાત્સે અને નયિંગચીમાં વધુ ફાઇટર જેટ, બૉમ્બર અને લડાકુ હેલિકૉપ્ટરને તહેનાત કર્યા છે. પીએલએ અરુણાચલ સરહદ પર પણ પોતાની ગતિવિધિને તેજ કરી દીધી છે. પેંગોંસો જીલ પર જ્યાં ચીનની સેના એલએસીને બદલવા માગે છે, ત્યાં ચીની સેનાએ ગોગરા હોટ સ્પ્રિંગમાં પણ મોટાપાયા પર સૈનિકો અને હથિયાર તહેનાત કર્યાં છે.

તૈયારી વૉરની : ચીનના લશ્કરને જવાબ આપવા માટે નરેન્દ્ર મોદી દ્વારા લશ્કરને છૂટોદોર આપ્યો એના એક દિવસ પછી લેહમાં ઇન્ડિયન ઍર ફૉર્સના યુદ્ધવિમાનોએ કવાયત કરી હતી અને જાણે ચીનના લશ્કરને વૉર્નિંગ પણ આપી દીધી હતી. તસવીર : એ.એફ.પી.

national news ladakh arunachal pradesh china