સેનાએ 6 વર્ષમાં 960 કરોડ રૂપિયાનો ખરાબ દારૂગોળો ખરીદ્યો : રિપોર્ટ

30 September, 2020 03:46 PM IST  |  New Delhi | Agency

સેનાએ 6 વર્ષમાં 960 કરોડ રૂપિયાનો ખરાબ દારૂગોળો ખરીદ્યો : રિપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

ભારતીય સેના જ્યારે ચીનની સાથે સરહદે સંઘર્ષની સ્થિતિમાં છે ત્યારે સેનામાં આવેલા ઇન્ટર્નલ રિપોર્ટે ઘણા સવાલ ઊભા કર્યા છે. છેલ્લાં ૬ વર્ષમાં સરકારી ઑર્ડિનન્સ ફૅક્ટરી બોર્ડ પાસેથી ૯૬૦ કરોડ જેટલા રૂપિયામાં ખરાબ ગોળાબારૂદ ખરીદ્યો છે.

એટલા રૂપિયામાં સેનાને લગભગ ૧૦૦ ઑર્ડિનરી ગન મળી શકતી હતી, આ દાવો સેના અંગે આવેલા એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે, જેને સંરક્ષણ મંત્રાલયને આપવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૧૪થી ૨૦૨૦ વચ્ચે જે ખરાબ ક્વૉલિટીના ગોળાબારૂદ ખરીદવામાં આવ્યા છે, એની કિંમત લગભગ ૯૬૦ કરોડ રૂપિયા સુધી પહોંચી છે. આટલી કિંમતમાં આર્ટિલરી ગન સેનાને મળી શક્તી હતી. ઑર્ડિનન્સ ફૅક્ટરી બોર્ડનું સંચાલન સંરક્ષણ મંત્રાલયના હેઠળ થાય છે અને એ દુનિયાની સૌથી જૂની સરકારી ઑર્ડિનન્સ પ્રોડક્શન યુનિટ પૈકીની એક છે, એના અંતર્ગત સેના માટે દારૂગોળા બનાવવામાં આવે છે, જેની સેનાએ ટીકા કરી છે.

જે પ્રોડક્ટ્સમાં ઊણપ જણાઈ છે એમાં ઍર ડિફેન્સ શેલ, આર્ટિલરી શેલ, ટૅન્ક રાઉન્ડ સહિતની અલગ-અલગ કેલિબરની બુલેટ્સનો સમાવેશ થાય છે.

સેનાના રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ ખરાબ ગુણવત્તાના દારૂગોળાના કારણે ફક્ત આ આર્થિક નુકસાન જ થયું નથી, પરંતુ ઘણી દુર્ઘટનાઓમાં જાનમાલનું પણ નુકસાન થયું છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે ખરાબ ક્વૉલિટીના કારણે જ એક સપ્તાહમાં સરેરાશ એક દુર્ઘટના થઈ છે.

indian army national news indian air force