સંસદ અને 26/11ના બાદ સરકારે નહીં આપી હતી એરસ્ટ્રાઈકની મંજૂરી: BS ધનોઆ

29 December, 2019 11:27 AM IST  |  New Delhi

સંસદ અને 26/11ના બાદ સરકારે નહીં આપી હતી એરસ્ટ્રાઈકની મંજૂરી: BS ધનોઆ

BS ધનોઆ

ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ પ્રમુખે સનસનાટીપૂર્ણ ખુલાસા કરી કૉન્ગ્રેસની પોલ ખોલી નાખી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈમાં થયેલા ૨૬/૧૧ આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈકની યોજના બનાવી હતી પરંતુ તત્કાલીન સરકારે તેને મંજૂરી આપી નહોતી.

ભૂતપૂર્વ વાયુસેના પ્રમુખ બી. એસ. ધનોઆએ કહ્યું હતું કે ૨૬/૧૧ હુમલા બાદ એરફોર્સ સંપૂર્ણ રીતે સજ્જ હતી. પરંતુ તત્કાલીન સરકારે વાયુસેનાની ઑફરને ફગાવી દીધી હતી. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૬થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધી બી. એસ. ધનોઆ ભારતીય વાયુસેનાના પ્રમુખ હતા.

બી. એસ. ધનોઆએ કહ્યું હતું કે ૨૬/૧૧ના હુમલા બાદ અમે જાણતા હતા કે પાકિસ્તાનમાં આતંકી કેમ્પ ક્યાં ક્યાં આવેલા છે. અમે તેમને નેસ્તનાબૂદ કરવા માટે તૈયાર હતા, પરંતુ આ એક રાજકીય નિર્ણય હતો કે પાકિસ્તાન પર હુમલો કરવો કે કેમ. મુંબઈના એક શિક્ષણ સંસ્થાનમાં આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે આમ કહ્યું હતું.

આ પણ વાંચો : યુપી પોલીસ પર ભડકેલાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, મારું ગળું દબાવ્યુ અને ધક્કો માર્યો

બી. એસ. ધનોઆએ ખુલાસો કરતા કહ્યું હતું કે ૨૦૦૧માં દેશની સંસદ પર થયેલા આતંકી હુમલા બાદ પણ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પર અૅરસ્ટ્રાઈકનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધનોઆએ કહ્યું હતું કે વાયુસેના તરફથી મોકલવામાં આવેલા આ પ્રસ્તાવને તત્કાલીન સરકારે સ્વીકાર્યો નહોતો. અશાંતિ અને આતંકવાદને પાકિસ્તાનનું હથિયાર ગણાવતા તેમણે કહ્યું હતું કે જો શાંતિ સ્થાપિત થાય તો તે અનેક સુવિધાઓ ગુમાવી શકે છે. પાકિસ્તાન કાશ્મીરમાં અશાંતિ યથાવત્ રાખવા માગે છે.

national news pakistan 26/11 attacks