નેપાલના પીએમને કોરોના, સાથે સિક્યોરિટીમાંના 76ને પણ ઇ‌ન્ફેક્શન

05 October, 2020 02:04 PM IST  |  Kathmandu | Agency

નેપાલના પીએમને કોરોના, સાથે સિક્યોરિટીમાંના 76ને પણ ઇ‌ન્ફેક્શન

નેપાલના પીએમ

કોરોના સંક્રમણનો પ્રકોપ નેપાલના વડા પ્રધાન આવાસમાં જોવા મળ્યો છે. અહીં વડા પ્રધાન કે. પી. ઓલીની સાથે જ તેમના અંગત સલાહકાર અને ડૉક્ટર પણ કોરોના સંક્રમણનો શિકાર થયા છે. એટલું જ નહીં, નેપાલી વડા પ્રધાનની સુરક્ષામાં તહેનાત ૭૬ જવાન પણ કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. નેપાલ સરકારની સમાચાર એજન્સીએ જાણકારી આપી છે કે દેશનું વડા પ્રધાન આવાસ ખરાબ રીતે કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગયું છે. આની સાથે જ વડા પ્રધાન આવાસને પૂરી રીતે ખાલી કરાવ્યા બાદ સૅનિટાઇઝ કરવામાં આવી રહ્યું છે.

nepal coronavirus covid19 national news