ભારતના કાલાપાની, લિપુલેખ, લિમ્પિયાધુરાને પોતાના મૅપમાં સામેલ કર્યા

01 June, 2020 02:40 PM IST  |  Mumbai Desk | Agencies

ભારતના કાલાપાની, લિપુલેખ, લિમ્પિયાધુરાને પોતાના મૅપમાં સામેલ કર્યા

નેપાલ

ભારત અને નેપાળ વચ્ચે વિવાદ થોભે તેવું લાગી રહ્યું નથી. નેપાળ સરકારે નવા રાજકીય નકશાના સંબંધમાં સંશોધન બિલ પોતાની સંસદમાં રજૂ કર્યું છે. નેપાળના કાયદા મંત્રી શિવમાયા તુંબાહંફેએ નવા નકશાના સંબંધમાં બિલ રજૂ કર્યું છે. નેપાળે આ નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પણ સામેલ કર્યા છે. 

છેલ્લા કેટલાક દિવસથી નેપાળની સાથે ભારતના સંબંધમાં તણાવ વધ્યો છે, પરંતુ નેપાળ ભારતનું જૂનુ મિત્ર રહ્યું છે. નેપાળી કૉન્ગ્રેસ નેપાળના નકશાને અપડેટ કરવા માટે બંધારણ સંશોધનનું સમર્થન કરી રહી છે. લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીના વિવાદિત ક્ષેત્રને પોતાના ક્ષેત્રમાં સામેલ કરવા ઇચ્છે છે. આ પગલું નેપાળના નકશાને બદલવા માટે ભરવામાં આવ્યું છે.
જ્યારે નેપાળે પોતાના નવા રાજકીય નકશામાં ભારતીય ક્ષેત્રને પોતાનો ભાગ દર્શાવ્યો હતો ત્યારે ભારત તરફથી પ્રતિક્રિયા સામે આવી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે નેપાળે ભારતની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે અમે નેપાળ સરકારને અપીલ કરીએ છીએ કે તે આવા બનાવટી કાર્ટોગ્રાફિક પ્રકાશિત કરવાથી બચે. સાથે ભારતની સંપ્રભુતા અને શ્રેત્રિય અખંડતાનું સન્માન કરે.

nepal international news national news