નેપાલે ભારતીય સીમા પાસે રસ્તાનું કામ ઝડપથી આગળ વધાર્યું

28 June, 2020 03:42 PM IST  |  Mumbai Desk | Agencies

નેપાલે ભારતીય સીમા પાસે રસ્તાનું કામ ઝડપથી આગળ વધાર્યું

પ્રતીકાત્મક તસવીર

ભારતની સાથે વધતા સરહદ વિવાદની વચ્ચે નેપાલે બૉર્ડર પર રસ્તો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. ઉત્તરાખંડમાં પિથોરગઢ જિલ્લાને અડીને આવેલી બૉર્ડરની પાસે ધારચૂલા-તિનકર રસ્તાનું બાંધકામ ઝડપી કરી દીધું છે. નેપાલે આ કામ માટે પોતાની સેનાને તહેનાત કરી છે. તેની સાથે જ સરહદની પાસે એક હેલિપેડ પણ તૈયાર કરી લીધું છે. આ રસ્તાના બાંધકામથી ચીનની સરહદ સુધી નેપાલની પહોંચ સરળ થઈ જશે.

નેપાલે ‘મહાકાલી કૉરિડોર’ના નામથી ધારચૂલા-તિનકર રોડનું બાંધકામ ઝડપી કરી દીધું છે. સૂત્રોના મતે નેપાલ સરકાર તરફથી આ પગલું ભારતીય રસ્તા પર નેપાલી નાગરિકોની નિર્ભરતાને ઓછી કરવા માટે ઉઠાવ્યું છે. ઘણા બધા નેપાળી નાગરિકોને પોતાના ગામ સુધી પહોંચવા માટે ભારતની સરહદમાં રસ્તાનો ઉપયોગ કરવો પડે છે.
આ રસ્તાના નિર્માણથી નેપાલી સશસ્ત્ર પોલીસ માટે પૅટ્રોલિંગ કરવું પણ સરળ થઈ જશે.

national news international news