નેપાળમાં નવી ભારતીય નોટ પર બેન, હવે નહીં ચાલે 200, 500, 2000ની નોટ

22 December, 2018 11:21 AM IST  | 

નેપાળમાં નવી ભારતીય નોટ પર બેન, હવે નહીં ચાલે 200, 500, 2000ની નોટ

નેપાળમાં નહીં ચાલે 200, 500, 2000ની નોટો

નેપાળમાં વેપાર કે નોકરી કરી રહેલા ભારતીય નાગરિકોને મોટો ઝટકો લાગ્યો છે. નેપાળ સરકારકે ભારતીય ચલણના 200, 500 અને 2000ના નોટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ આવતીકાલથી લાગૂ પડશે.

નેપાળના સૂચના અને પ્રસારણ મંત્રી ગોકુલ પ્રસાદ બસકોટાના પ્રમાણે સરકારે લોકોને કહ્યું કે ભારતીય ચલણમાં સો રૂપિયાની નોટ વધુ રાખે. 200, 500 અને 2, 000 રૂપિયાના નોટ ન રાખે. આ નોટ અમાન્ય છે. નેપાળ કેબિનેટે ગઈકાલે ભારતીય નોટો પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં થયેલી નોટબંધી બાદ પણ નેપાળમાં હજુ પણ મોટી માત્રામાં 500 અને 1, 000ની નોટો ફસાયેલી છે. નેપાલમાં આર્થિક અપરાધ અને હવાલા કારોબાર પર રોક લગાવવા માટે આ પહેલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આનો પ્રભાવ નેપાળના પર્યટન ઉદ્યોગ પર પડશે, પણ દેશહિતમાં આ નિર્ણય જરૂરી હતો.

બે વર્ષ પહેલા ભારત સરકારે દેશમાં નોટબંધી લાગુ પાડી હતી, પરંતુ હવે નેપાળે ભારતીય નોટોના ચલણ પર રોક લગાવી દીધી છે. સરકારે તાત્કાલિક પ્રભાવથી આ નિર્ણય લાગુ કરવાનો આદેશ આપ્યો છે. માત્ર 100 રૂપિયાની અને તેનાથી નાની કિંમતની ભારતીય નોટ જ નેપાળમાં સ્વીકાર કરવામાં આવશે.

 

નેપાળ સરકારે અત્યાર સુધીમાં નવી ભારતીય કરંસીને માન્યતા નહોતી આપી, પરંતુ તેને ગેરકાયદે પણ નહોતી જાહેર કરી. જેથી નેપાળના બજારમાં આ નોટ ચાલતા હતા. હવે નેપાળ સરકારે નવી ભારતીય કરંસીને ગેરકાયદે ઘોષિત કરતા તેમને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરી દીધી છે. હવે ભારતીયોએ નેપાળમાં વાપરવા માટે 100-50 કે અન્ય નાના મૂલ્યના નોટ લઈ જવા પડશે. અથવા તો નેપાળ સીમા પર મોટી નોટને નેપાળની કરંસી સાથે બદલવી પડશે.

200, 500 અને 2, 000ની નોટ લઈને નેપાળ જવું,પોતાની પાસે રાખવી અને તેના બદલે સામાન લેવો ગેરકાયદે હશે. આ નિર્ણયની અસર નેપાળના પર્યટન પર પડશે. ભારતીય પર્યટકોને પણ અસુવિધા રહેશે. 

news national news nepal