25 October, 2026 11:57 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નેહા બોરા
દિલ્હી હાઈ કોર્ટે પોલીસની નોટિસ સામેની અરજી ફગાવી દીધા બાદ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશન (AISA)ની પ્રેસિડન્ટ નેહા બોરાએ સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ સમક્ષ પીસ બૉન્ડ પર સહી કરવાનો ઇનકાર કર્યો છે. નેહાને પૂછવામાં આવ્યું કે શું તે પીસ બૉન્ડ પર સહી કરશે અને શરતો શું હશે ત્યારે તેણે સ્પષ્ટપણે જવાબ આપ્યો હતો કે મારી કોઈ શરત નથી, હું આ બૉન્ડ પર સહી કરવાની નથી.
દિલ્હીમાં એક વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધા બાદ તેને ૧૦,૦૦૦ રૂપિયાનો વ્યક્તિગત મુચરકો અને એક જામીન રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. નેહા બોરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન એ લોકશાહી અધિકાર છે, હું આ નોટિસને પડકારવાનું ચાલુ રાખીશ.
પોલીસે શું કહ્યું?
આ મુદ્દે પોલીસનું કહેવું છે કે જો દિલ્હી હાઈ કોર્ટની અરજી ફગાવી દેવામાં આવ્યા પછી પણ નેહા પીસ બૉન્ડ પર સહી નહીં કરે તો અમે તેની સામે કાર્યવાહી કરી શકીએ એમ છીએ.