03 June, 2025 12:19 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટ ગ્રૅજ્યુએટ (NEET PG) 2025ની એન્ટ્રન્સ પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાનમાં લેવામાં આવ્યો છે, જેમાં પરીક્ષા એક જ શિફ્ટમાં યોજવાની સૂચના આપવામાં આવી હતી. અગાઉ NEET PG 2025 પરીક્ષા ૧૫ જૂને યોજાવાની હતી, પરંતુ હવે એ મુલતવી રાખવામાં આવી છે.
નૅશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા જાહેર કરાયેલી અધિકૃત સૂચના અનુસાર હવે પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે. આ બદલાવને કારણે વધુ પરીક્ષાકેન્દ્રોની વ્યવસ્થા કરવાની જરૂર પડશે જેથી તમામ ઉમેદવારો એકસાથે પરીક્ષા આપી શકે. આ માટે NEET PG 2025ની નવી તારીખો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.