૩૫,૦૦૦ આર્ટિસ્ટોએ ૧૦ કિલોમીટર લાંબા કૅન્વસ પર પેઇન્ટિંગ કરીને બનાવ્યો રેકૉર્ડ

20 September, 2025 11:25 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ત્રિવેણી કલા સંગમ અને દિલ્હી યુનિવર્સિટીના સહયોગથી NDMC દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

આ આર્ટ-ઇવેન્ટની થીમ હતી ‘વિકસિત ભારત કે રંગ કલા કે સંગ’

ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)એ વડા પ્રધાનની ૭૫મી વર્ષગાંઠની ઊજવણી અંતર્ગત થનારા સેવા પર્વના ભાગરૂપે ગઈ કાલે સામૂહિક લાઇવ પેઇન્ટિંગ ઇવેન્ટ યોજી હતી. એમાં ૩૫,૦૦૦થી વધુ કલાકારોએ ૧૦ કિલોમીટર લાંબા કૅન્વસ પર પેઇન્ટિંગ કરીને વિશ્વવિક્રમ સરજ્યો હતો. સવારે ૧૦થી બપોરે એક વાગ્યા દરમ્યાન કલાકારોએ કર્તવ્યપથની દીવાલોને કૅન્વસ બનાવીને એના પર પેઇન્ટિંગ કર્યું હતું.

આ આર્ટ-ઇવેન્ટની થીમ હતી ‘વિકસિત ભારત કે રંગ કલા કે સંગ’. ત્રિવેણી કલા સંગમ અને દિલ્હી યુનિવર્સિટીના સહયોગથી NDMC દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ કહ્યું હતું કે ‘પહેલી વાર રાજધાનીમાં આવું આયોજન થયું છે જ્યાં ભારતનાં વિવિધ રાજ્યોના હજારો પ્રસિદ્ધ કલાકારોએ ૧૦ કિલોમીટર લાંબા કૅન્વસ પર ભારતના વિકાસનું સપનું ઉજાગર કર્યું હોય.’

narendra modi happy birthday new delhi national news