મહારાષ્ટ્રનો આભાર: નરેન્દ્ર મોદી

17 January, 2026 07:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યની ઉત્સાહી જનતાએ NDAના જનહિતકારી અને સુશાસનના એજન્ડાને આશીર્વાદ આપ્યા છે.

નરેન્દ્ર મોદી ફાઇલ તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)

રાજ્યની ઉત્સાહી જનતાએ NDAના જનહિતકારી અને સુશાસનના એજન્ડાને આશીર્વાદ આપ્યા છે.

વિવિધ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ દર્શાવે છે કે મહારાષ્ટ્રની જનતા સાથે નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)નો સંબંધ ઘટ્ટ થયો છે. અમારી કામગીરીનો અનુભવ અને વિકાસની દૃષ્ટિ જનતાને ગમી છે. મહારાષ્ટ્રના લોકો પ્રત્યે હું મનથી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આ કૉલ પ્રગતિને વધુ ઝડપ આપનારો, રાજ્ય સાથે જોડાયેલા ગૌરવશાળી સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ ઊજવવાનો છે.

મહારાષ્ટ્રભરમાં જનતા સાથે રહીને રાત-દિવસ પરિશ્રમ લેનાર NDAના દરેક કાર્યકર પ્રત્યે મને ગૌરવ છે. તેમણે યુતિની કામગીરી બાબતે માહિતી આપતી વખતે આગામી કાળનો અમારો દૃષ્ટિકોણ અને વિરોધીઓના ખોટા આરોપનો પ્રભાવી પ્રત્યુત્તર આપ્યો છે. તેમને મારી શુભેચ્છા. 

bmc election brihanmumbai municipal corporation narendra modi national democratic alliance bharatiya janata party maharashtra news mumbai news