બિહારના મુખ્ય પ્રધાન પદે નીતીશ કુમાર

15 November, 2020 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બિહારના મુખ્ય પ્રધાન પદે નીતીશ કુમાર

ફાઈલ ફોટો

બિહારની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ NDAના નેતાઓની આજે પટનામાં મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં નીતિશ કુમાર  (Nitish Kumar)ને મુખ્ય પ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. નીતીશ કુમારના નામની ભાજપના દિગ્ગજ નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાસ્થ સિંહે (Rajnath Singh) જાહેરત કરી હતી.

સમાચાર મુજબ, નીતિશ કુમાર આવતી કાલે બેસતા વર્ષના દિવસે જ બિહારના મુખ્ય પ્રધાન  પદના શપથ ગ્રહણ કરી શકે છે. એનડીએની બેઠકમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભૂપેન્દ્ર યાદવ, સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ શામેલ હતાં. આ અગાઉ ભાજપના ધારાભ્યોની બેઠક યોજાવવાની હતી પરંતુ રાજનાથ સિંહની હાજરી અશક્ય હોવાથી બેઠક ટાળવામાં આવી હતી.

પટનામાં આજે 10.30 વાગ્યે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવામાં આવી છે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાજર રહ્યાં હતાં.

ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ તરત જ બપોરે 12.30 વાગ્યે એનડીએના (NDA) નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાવવાની હતી. આ બેઠકમાં ભાજપ, જેડીયુ, વીઆઇપી અને હમના ધારાસભ્યો હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં એનડીએના (NDA) તમામ 125 ધારાસભ્યોને બોલાવાયા છે.

અગાઉ નીતીશ કુમારે કહ્યું હતું કે, સરકાર રચવાના તમામ નિર્ણયો 15 નવેમ્બરની બેઠકમાં લેવામાં આવશે.

national news bihar nitish kumar