એનડીએનો વડા પ્રધાનપદનો ઉમેદવાર હજી નક્કી નથી : નીતીશકુમાર

07 December, 2012 07:38 AM IST  | 

એનડીએનો વડા પ્રધાનપદનો ઉમેદવાર હજી નક્કી નથી : નીતીશકુમાર


એક ન્યૂઝ ચૅનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે બીજેપીએ આ વિશે કોઈ નિર્ણય લીધો હોય તો તેની મને જાણ નથી, પણ વડા પ્રધાનપદનો ઉમેદવાર ગઠબંધનના સૌથી મોટા પક્ષનો હોવો જોઈએ. બીજેપી જો મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરશે તો તમારી શું પ્રતિક્રિયા રહેશે એવા સવાલના જવાબમાં નીતીશકુમારે આ સ્ટેટમેન્ટ આપ્યું હતું. હમણાં જ બીજેપીનાં નેતા સુષમા સ્વરાજે પણ મોદીને વડા પ્રધાનપદ માટે પરફેક્ટ ગણાવ્યા હતા. નીતિશકુમારે ગઈ કાલે ફરી એક વાર કહ્યું હતું કે વડા પ્રધાનપદની રેસમાં તેઓ સામેલ નથી.

એનડીએ = નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ, જેડીયુ = જનતા દળ યુનાઇટેડ