એનસીઆરબી રિપોર્ટ: દેશમાં રોજ 28 ખેડૂતો આપઘાત કરે છે

17 January, 2020 01:22 PM IST  |  New Delhi

એનસીઆરબી રિપોર્ટ: દેશમાં રોજ 28 ખેડૂતો આપઘાત કરે છે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં અન્નદાતા એટલે કે ખેડૂત ભીષણ સંકટનો સામનો કરી રહ્યા છે. એનસીઆરબીની એડીએસઆઇ (આકસ્મિક મૃત્યુ અને આત્મહત્યા)ના રિપોર્ટ મુજબ ૨૦૧૮માં કુલ ૧૦ હજારથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી.

એનસીઆરબીના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૮માં દેશમાં કુલ ૧,૩૪,૫૧૬ આત્મહત્યા થઈ હતી. તેમાંથી ૭.૭ ટકા ખેડૂત અને ખેતમજૂર સામેલ હતા.

૨૦૧૮માં દેશમાં કુલ ૧૦,૩૪૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. તેમાંથી ૫૦૮૮ ખેડૂતોની પાસે પોતાની જમીન હતી. જ્યારે તેમાં ૪૫૮૬ ખેતમજૂર સામેલ છે. એનસીઆરબીના આંકડાઓ મુજબ દેશમાં દરરોજ ૨૮ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

એવું નથી કે આત્મહત્યાનો શિકાર માત્ર પુરુષ ખેડૂતો જ બન્યા છે. ૨૦૧૮માં આત્મહત્યા કરનારાઓમાં મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે.

national news new delhi