ભારતમાં રોજ આટલા રેપ થાય છે

30 September, 2020 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં રોજ આટલા રેપ થાય છે

પ્રતીકાત્મક તસવીર

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)એ  મહિલાઓ ઉપર થતા અપરાધના આંકડા જાહેર કર્યા છે. વર્ષ 2018ની સરખામણીએ ગયા વર્ષે ગુનાઓમાં 7.3 ટકાનો વધારો નોંધાયો છે.

વર્ષ 2019માં ભારતમાં રોજ સરેરાશ 87 રેપ થતા છે. આખા વર્ષમાં કુલ 4,05,861 રેપના કેસ નોંધાયા છે. વર્ષ 2019માં દર એક લાખ લાખ મહિલાઓમાંથી 62.4 ટકા ઉપર અપરાધ થયો છે, જે તે પહેલાના વર્ષના 58.8 ટકા કરતા વધુ છે. 2018માં દેશમાં મહિલાઓ પર અપરાધના 3,78,236 કેસ નોંધાયા હતા, જે 2019માં ચાર લાખને પાર થયા છે.

ઈન્ડિયન પેનલ કોડ અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા કેસમાં પતિ અથવા સગાસંબંધીઓ દ્વારા થતી સતામણીના (30.9 ટકા) કેસ, વિનયભંગ કરવાના ઈરાદાથી થયેલા ગુના (21.8 ટકા) અને મહિલાના અપહરણના (17.9 ટકા) કેસોનો સમાવેશ છે.

ઉપરાંત એનસીઆરબીના આંકડામાં દર્શાવવામાં આવ્યું છે કે 2019માં બાળકો ઉપરના અપરાધના 1.48 લાખ કેસ છે જેમાં 46.6 ટકા અપહરણ અને 35.3 ટકા કેસ સેક્સુઅલ ક્રાઈમના છે.

sexual crime national news