દૈનિક ભાસ્કર પર આઈટીના દરોડા પર એનસીપીએ કરી ટીકા, કહ્યું કે આ...

22 July, 2021 06:40 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈન્કમટેક્સ દ્વારા મીડિયા ગ્રુપ દૈનિક ભાસ્કર પર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેના એનસીપીએ ટીકા કરી છે.

એનસીપી નેતા નવાબ મલિક

ઈન્કમટેક્સ દ્વારા મીડિયા ગ્રુપ દૈનિક ભાસ્કર પર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેને લઈ અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ કડીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ ગુરુવારે દૈનિક ભાસ્કર મીડિયા જૂથ વિરુદ્ધ ઇન્કમટેક્સ વિભાગના દરોડાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે લોકોને જાણવાની જરૂર છે જો આ "અઘોષિત ઇમરજન્સી" નથી.

એવું પણ કહેવામાં આવ્યું છે કે આ મીડિયા હાઉસે "નિર્ભયપણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની નિષ્ફળતાની જાણ કરી હતી".

આઇ ટી વિભાગે ગુરુવારે દૈનિક ભાસ્કર અને ઉત્તર પ્રદેશ સ્થિત હિન્દી ન્યૂઝ ચેનલ ભારત સમાચાર વિરુદ્ધ અનેક શહેરોમાં કરચોરીના આરોપ હેઠળ દરોડા પાડ્યા હતા. દૈનિક ભાસ્કરના મામલાની શોધ ભોપાલ, જયપુર, અમદાવાદ, નોઈડા અને દેશના કેટલાક અન્ય સ્થળોએ કરવામાં આવી હતી.

એનસીપીના પ્રવક્તા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે, "પેગાસસ સ્પાયવેર દ્વારા સ્નૂપિંગના અહેવાલો જાહેર ક્ષેત્રમાં બહાર આવ્યા હોવાથી કેન્દ્ર સરકારે તેમને ખુલ્લા પાડનારાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. જેમાં પહેલો ભોગ @DainikBhaskar બન્યુ. તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથની નિષ્ફળતાઓ અંગે નિર્ભયપણે અહેવાલ આપી રહ્યા છે અને આ મીડિયા હાઉસનો અવાજ દબાવવા અને સત્ય છુપાવવા માટે આવકવેરા દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. "

તેમણે વધુમાં કહ્યું કે, `ન્યૂઝ ચેનલ ભારત સમાચાર પર પણ દરોડા પાડવામાં આવ્યાં છે. શું આ અઘોષિત ઇમરજન્સી નથી? શું આ સ્પીચ ઓફ કિલિંગ ફ્રીડમ નથી? શું આ લોકશાહીનું ડેથ વોરંટ નથી? ભારત અને તેના લોકોને જવાબની જરૂર છે".

national news nationalist congress party