મારો રશિયન જમ્પ

16 October, 2012 08:24 AM IST  | 

મારો રશિયન જમ્પ



નવરાત્રિમાં ગરબાનાં સ્ટેપ્સ જ થવાં જોઈએ, ડાન્સ કરવા માટે ડિસ્કો છે જ એવું દૃઢપણે માનતા અને ટ્રેડિશનલ ગરબા શીખવવા માટે જાણીતા જિગર સોની અને સુહૃદ સોનીએ તેમના ગરબા ક્લાસિસ સોનીઝ સ્કૂલ ઑફ ગરબા ડાન્સમાં આ વખતે સવાસો હાઉસવાઇફને પણ ગરબા શીખવ્યા. ઑથેન્ટિક ટ્રેડિશનલ ફોક ડાન્સ શીખવવા માટે જાણીતા સોની બ્રધર્સ કહે છે કે અમારે ત્યાં ગરબા શીખવા આવેલી હાઉસવાઇફ ૩૫થી ૬૯ વર્ષની હતી અને આ બધા જ લોકો આ વખતે પ્રોફેશનલ નવરાત્રિ ગ્રાઉન્ડમાં રમવાના છે. ક્લાસમાં આવતી હાઉસવાઇફને તેમણે હીંચ, દોઢિયું, પોપટ, હૂડો, કચ્છી ઠેકડો સહિતનાં સ્ટેપ્સ શીખવ્યાં.

કેટલીક હાઉસવાઇફનું ગરબા શીખવા અને રમવા માટેનું કારણ હતું વજન ઘટાડવાનું તો કેટલાકને પોતાનું સુસ્તીનું લેવલ ઓછું કરવું હતું. સોની બ્રધર્સે નવરાત્રિના બે દિવસ પહેલાં એટલે કે રવિવારે કાંદિવલીના ભૂરાભાઈ ગ્રાઉન્ડમાં નવરાત્રિનું આયોજન કર્યું હતું અને તેમના ૫૦૦ સ્ટુડન્ટ્સ વચ્ચે કૉમ્પિટિશન પણ રાખી હતી.

જિગર અને સુહૃદે આ વખતે એક જુદું જ ડાન્સ-સ્ટેપ શીખવ્યું છે - રશિયન જમ્પ. આ સ્ટેપની વાત કરતાં તેઓ કહે છે, ‘રશિયન જમ્પ બહુ અઘરું ડાન્સ-સ્ટેપ છે. બૉલીવુડમાં પણ આ સ્ટેપ લોકો નથી કરી શકતા. અમે રશિયન જમ્પને ગરબાના ફૉર્મમાં કન્વર્ટ કરીને એક સ્ટાઇલ બનાવી છે.’

રશિયન જમ્પ સ્ટાઇલનો ડાન્સ પણ આ વખતે નવરાત્રિમાં ગ્રાઉન્ડ પર જોવા મળવાનો છે. સોની બ્રધર્સ કહે છે, ‘છોકરા અને છોકરીઓની સ્ટાઇલ અલગ હોય છે. છોકરીઓની સ્ટાઇલથી નાચતા છોકરાઓને અમે હેટ કરીએ છીએ. છોકરાઓ નાચે ત્યારે તેમના બાઉન્સ લૉન્ગ હોવા જોઈએ અને જમ્પ હેવી લાગવા જોઈએ, જ્યારે છોકરીઓના ડાન્સમાં ગ્રેસ હોવો જોઈએ. આ સ્ટાઇલનો સવાલ છે. દરેક સ્ટેપમાં છોકરા અને છોકરીઓની સ્ટાઇલ જુદી હોય છે. ટ્રેડિશનલ ગરબા દરેક વખતે અટ્રૅãકટવ નથી હોતા એટલે અમે એમાં કેટલીક મૉડર્ન સ્ટાઇલ ઉમેરીએ છીએ.’

રશિયન જમ્પની જેમ એક પગ પર ગોળ સર્કલ ફરવું એ પણ તેમનું ઇનોવેશન છે. આ સ્ટેપ્સની શરૂઆત મુંબઈમાં તેમણે કરી છે. જુદા-જુદા બૅચમાં મળીને ૫૦૦ સ્ટુડન્ટ્સને તેમણે ગરબા શીખવ્યા.