ગુજરાતીઓ-મરાઠીઓ સાથે મળીને ઊજવે છે નવરાત્રિ

22 October, 2012 09:46 AM IST  | 

ગુજરાતીઓ-મરાઠીઓ સાથે મળીને ઊજવે છે નવરાત્રિ


અહીં પુરુષો અને સ્ત્રીઓ સાથે ગાય છે જરૂર, પણ તદ્દન પારંપરિક રીતે એટલે કે તેઓ હાથની તાળી દઈને જ ગરબા ગાય છે. ગરબા બિલ્ડિંગના સિન્ગરો ગવડાવે છે અને બિલ્ડિગના જ વાદ્ય-આર્ટિસ્ટો કચ્છી ઢોલ વગાડે છે. આ કચ્છી ઢોલના તાલે જ રોજ ગરબા રમાય છે. ગરબા પણ ‘કેસરિયો રંગ મને લાગ્યો અલ્યા ગરબા....’ જેવા ટ્રેડિશનલ હોય છે, ફિલ્મનાં ગીતો પરથી એક પણ ગરબો નહીં. રોજ નહીં, પણ આઠમના દિવસે અહીં આખી રાત ગરબા ગવાય છે. આ નવરાત્રિમાં દાંડિયા શરદપૂનમના દિવસે જ રમવામાં આવે છે. હરિબાગ મિત્ર મંડળ અહીં નવરાત્રિ સેલિબ્રેટ કરે છે. બિલ્ડિંગમાં રહેતા મરાઠીઓ પણ નવરાત્રિમાં જોડાય છે, ગરબા રમે છે.

નવરાત્રિના છેલ્લા દિવસે ગેટ-ટુગેધર હોય છે. દશેરાના દિવસે બિલ્ડિંગના મરાઠીઓ તરફથી બિલ્ડિંગના સૌના માટે સાંજે નાસ્તા-પાણી રખાયાં છે. બિલ્ડિંગના યુવાનો તરફથી શનિવારે નાસ્તાપાણી હતાં અને આજે પણ છે. ગઈ કાલે મંડળ તરફથી સૌને જમણ હતું. આમ છેલ્લા ચાર દિવસ અહીં આખા બિલ્ડિંગના લોકો સાથે હળશે, મળશે, જમશે અને રમશે. ગયા વરસે ૧૦૮ દીવાની આરતી બિલ્ડિંગના આબાલવૃદ્ધ સૌએ કરી ત્યારે મંડપની લાઇટો ઑફ કરી દેવાઈ હતી, જેને લઈને બહુ સરસ સીન બન્યો હતો.