ઘાટકોપરમાં માતાજી સાથે ૭૫ વર્ષ જૂના નાળિયેરનીયે પૂજા

23 October, 2012 07:27 AM IST  | 

ઘાટકોપરમાં માતાજી સાથે ૭૫ વર્ષ જૂના નાળિયેરનીયે પૂજા

એ શ્રીફળ આજે પણ તેમની પાસે છે અને વરસોવરસ એ જ નાળિયેર મંડપમાં પધરાવવામાં આવે છે એવું મંડળના સભ્ય પીયૂષભાઈનું કહેવું છે. તેમના કહેવા મુજબ માતાજીના સતને લઈને આ નાળિયેર એવું ને એવું જ છે. અગાઉ અહીં જૂનું બિલ્ડિંગ હતું ત્યારે જે કમ્પાઉન્ડમાં નવરાત્રિની ઉજવણી શરૂ કરી હતી એ કમ્પાઉન્ડમાં જ આજે નવરાત્રિ થાય છે. ૨૦૦૨માં આ બિલ્ડિંગ રીડેવલપ થઈને નવું થયું જેમાં કુલ ત્રણ બિલ્ડિંગ છે. નવરાત્રિમાં આ ત્રણેય સોસાયટીના લોકો કમ્પાઉન્ડમાં ભેગા થાય છે. ૭૫મા વરસ નિમિત્તે મંડળે માતાજીના ફોટોવાળું કૅલેન્ડર બહાર પાડી દરેક ઘરને આપ્યું, જુદી-જુદી ચીજોની લહાણીઓ કરી અને બધાએ સાથે નાસ્તાપાણી કરી સેલિબ્રેશન કર્યું એટલું જ નહીં; નવરાત્રિની સ્થાપના સમયની જૂની તસવીરો જે કોઈ લોકો પાસે હતી એ એકત્ર કરી એનું એક મોટું કોલાજ બનાવી મંડપમાં લગાવ્યું. બિલ્ડિંગ છોડી ગયેલા કેટલાક જૂના લોકોએ પણ સેલિબ્રેશનમાં ભાગ લીધો.