બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, મર્જરનો વિરોધ-પગાર વધારાની માગ

08 January, 2019 07:21 AM IST  | 

બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, મર્જરનો વિરોધ-પગાર વધારાની માગ

દેશભરમાં બેન્ક કર્મચારીઓ છે હડતાળ પર

દેશ આખામાં લગભગ 10 લાખ જેટલા બેન્ક કર્મચારીઓ હડતાળ પર છે, જેને પગલે આખા દેશમાં બેન્કિંગ વ્યવસ્થાને અસર પડશે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનને આ હડતાળની જાહેરાત કરી હતી. જેમાં કર્મચારીઓ અને અધિકારીઓના કુલ 9 યુનિયનો ટેકો આપી રહ્યા છે.

બેન્કોના કર્મચારીઓ જુદી જુદી માગને લઈ હડતાળ પર ઉતર્યા છે. કેન્દ્ર સરાકરે બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના મર્જરનો નિર્ણય કર્યો છે. બેન્ક કર્મચારી યુનિયનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ ઈન્ડિયન બેન્ક એસોસિયેશને 8 ટકા પગાર વધારાની વાત કરી છે તેનો પણ હડતાળમાં વિરોધ કરાઈ રહ્યો છે. શનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેન્કર્સનું કહેવું છે કે, બેન્કોમાં પબ્લિકનો પણ ભાગ છે. તેથી સરકાર કોઈ નિર્ણય તેમની જાતે ન કરી શકે. અમારી માંગણી છે કે, દરેક પક્ષ સાથે વાતચીત પછી નિર્ણય લેવો જોઈએ. વેતન વધારા માટે જે તર્ક ઈન્ડિયન બેન્ક એસોસિયેશન આપી રહી છે તે કર્મચારી સંઘને મંજૂર નથી.

 

ઉલ્લેખનીય છે કે કર્મચારી યૂનિયનની એક સપ્તાહથી પણ ઓછા સમયમાં આ બીજી હડતાળ છે. ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફડરેશન સાથે જોડાયેલા કર્મચારીઓ શુક્રવારે પણ હડતાળ પર રહ્યા હતા. શનિવાર, રવિવારે જાહેર રજા હતી. સોમવારે બેન્કો ખુલી પરંતુ મંગળવારે ફરી ક્રિસમસની રજા હતી. આમ, છેલ્લા પાંચ દિવસમાં માત્ર એક જ દિવસ બેન્કોના કામ થયા છે.