Unlock-1: દેશમાં 8 જૂનથી ધાર્મિક સ્થળો શરૂ થવાની તૈયારી, આમ મળશે પ્રવેશ

05 June, 2020 01:45 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Unlock-1: દેશમાં 8 જૂનથી ધાર્મિક સ્થળો શરૂ થવાની તૈયારી, આમ મળશે પ્રવેશ

ગૃહમંત્રાલયની ગાઈડલાઇન્સ પ્રમાણે ધાર્મિક સ્થળો શરૂ કરવાની પરવાનગી

સોમવારથી મસ્જિદો, ગુરુદ્વારા, ચર્ચ અને મંદિરોને સામાન્ય નાગરિકો માટે ખોલી દેવામાં આવશે. આ માટે તૈયારીઓ ખૂબ જ ઝડપથી થઈ રહી છે. આ માટે ગૃહમંત્રાલયએ ગાઈડલાઈન પણ જાહેર કર્યું છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ધાર્મિક સ્થળોને ખોલવાને લઈને ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. આની અંતર્ગત ધાર્મિક સ્થળોને તમામ નિયમોનું પાલન કરવું પડશે અને સાથે જ અહીં આવનારા શ્રદ્ધાળુઓને પણ કડક અનુશાસિત નિયમ પ્રમાણે જ પૂજા અર્ચનાની અનુમતિ આપવામાં આવી છે.

મૂર્તિઓના સ્પર્શ પર પ્રતિબંધ
મંદિરની ઘંટીઓથી લઈને મૂર્તિઓના સ્પર્શ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમૂહમાં નૃત્ય, ભજન પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે પણ રેકૉર્ડ કરવામાં આવેલા ધુન અને આરતી વગાડવાની અનુમતિ આપવામાં આવી છે. આ સિવાય શ્રદ્ધાળુઓએ પોતાના પગરખાં વાહનો પાસે જ ઉતારવાના રહેશે.

આ પ્રમાણે છે ગાઇડલાઇન્સ

ફક્ત તેમને પ્રવેશ મળશે, જેમાં કોવિડ-19ના લક્ષણ નહીં હોય.

ધાર્મિક સ્થળોના પરિસરમાં પ્રવેશ પહેલા હાથ અને પગ સાબુથી ધોવા જરૂરી.

પ્રવેશ દ્વાર પર જ તાપમાન તપાસવામાં આવશે.

ઘંટી વગાડવા તેમજ મૂર્તિ સ્પર્શ પર પ્રતિબંધ

વિનામાસ્ક પ્રવેશ પર પ્રતિબંધ

મંદિરમાં લાઇન માટે પણ યોગ્ય અંતર આવશ્યક

હાથથી પ્રસાદ કે જળ આપવા પર પ્રતિબંધ

સાવચેતી અને નિયમો સાથે થશે સામુહિક રસોઈષ લંગર અને અન્નદાનનું કામકાજ

મંદિરમાં લાઈન માટે પણ પર્યાપ્ત અંતર પ્રમાણે કરવામાં આવેલા નિશાનમાં ઊભા રહેવાનું રહેશે.

ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધોને પરવાનગી નથી.

પરિસરમાં થૂંકવા પર પ્રતિબંધ

લૉકડાઉનના પાંચમા ચરણની શરૂઆત સાથે જ ગૃહમંત્રાલય તરફથી તમામ ગતિવિધિઓ શરૂ કરવાના આદેશ જાહેર કરવામાં આ્યા છે. આ ક્રમમાં દેશના તમામ ધાર્મિક સ્થળોને સોમવારે, 8 જૂનથી શરૂ કરવામાં આવશે.

national news