National Technology Day: પીએમ મોદીએ શૅર કર્યો ઑપરેશન શક્તિનો વીડિયો, જુઓ અહીં

11 May, 2022 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

National Technology Day : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોખરણમાં પરમાણુ પરીક્ષણનો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી દેખાઈ રહ્યા છે, જે તત્કાલીન રક્ષા મંત્રી જૉર્જ ફર્નાન્ડિસ સાથે પોતે પરીક્ષણ સ્થળે ગયા હતા.

ફાઈલ તસવીર

રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑપરેશન શક્તિનો એક વીડિયો શૅર કર્યો છે. તેમણે આજથી 24 વર્ષ પહેલા પોખરણમાં પરમાણુ પરીક્ષણને યાદ કરતા વૈજ્ઞાનિકોના વખાણ કર્યા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે અમે આપણાં પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો અને તેમના પ્રયત્નોનો આભાર માનીએ છીએ.

હકિકતે, આજથી 24 વર્ષ પહેલા 11 મે તેમજ 13મેના 1998ના રાજસ્થાનના પોખરણમાં ભારતે સતત પરમાણુ બ્લાસ્ટ કરી આખા વિશ્વને ચોંકાવી દીધું હતું. ઑપરેશન શક્તિ હેઠળ કરવામાં આવેલા આ પરીક્ષણો દ્વારા ભારતે અટલ ઇરાદાઓનો પરિચય આપીને સશક્ત ભારતને વધારે ઊંચાઈ આપી હતી. ત્યાર બાદ 11 મેનો દિવસ દરવર્ષે `નેશનલ ટેક્નોલૉજી ડે` તરીકે ઉજવવામાં આવે છે.

પીએમ મોદીએ શૅર કર્યો વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોખરણમાં પરમાણુ પરીક્ષણનો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી દેખાઈ રહ્યા છે, જે તત્કાલીન રક્ષા મંત્રી જૉર્જ ફર્નાન્ડિસ સાથે પોતે પરીક્ષણ સ્થળે ગયા હતા. પીએમ મોદીએ આ વીડિયોને શૅર કરતા લખ્યું છે, "આજે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ પર અમે આપણાં પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો અને તેમના પ્રયત્નોનો આભાર માનીએ છીએ, જેને કારણે 1998માં પોખરણ પરીક્ષણ સફળ થયું. અમે અટલજીના અનુકરણીય નેતૃત્વને ગર્વ સાથે યાદ કરીએ છીએ જેમણે ઉત્કૃષ્ટ રાજનૈતિક સાહસ અને રાજ્ય કૌશલ બતાવ્યું."

અટલજી પોતે ગયા હતા પોખરણ
સફળ પરમાણુ પરીક્ષણ પછી તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, "આજે ભારતે પોખરણમાં ભૂમિગત પરીક્ષણ કર્યું." અટલજી તત્કાલીન રક્ષા મંત્રી જૉર્જ ફર્નાંડિસ સાથે પોતાને પરીક્ષણ સ્થળે ગયા હતા. આ પરીક્ષણથી ભારતની છાતી ગજગજ ફુલી અને તે જાહેર રીતે પરમાણુ શક્તિ સંપન્નન દેશ બન્યો. ત્યારે અટલજીએ નારો આપ્યો હતો- `જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન`. તેના પછી 11 મેનો દિવસ દર વર્ષે `નેશનલ ટેક્નોલૉજી ડે` તરીકે ઉજવવામાં આવે છે.

national news