National Technology Day 2020: PM મોદીએ આપી વધામણી

11 May, 2020 11:59 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

National Technology Day 2020: PM મોદીએ આપી વધામણી

નેશનલ ટેક્નોલોજી દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી વધામણી

ભારતમાં દરવર્ષે 11 મે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતની વિજ્ઞાનમાં દક્ષતા અને પ્રૌદ્યોગિક ક્ષાત્રમાં વિકાસ દર્શાવે છે. આ દિવસ રાષ્ટ્ર ગૌરવની સાથે-સાથે દેશ પોતાના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓ પણ યાદ કરે છે. રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધામણી આપી છે. તેમણે આ દરમિયાન 1998 પોખરણ પરીક્ષણને પણ યાદ કર્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસે, આપણો દેશ તે બધાંને સલામ કરે છે જે બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં ટેક્નોલૉજીનો ઉપયોગ કરે છે. આપણને 1998માં આ દિવસે આપણા વૈજ્ઞાનિકોની અસામાન્ય ઉપલબ્ધિ યાદ છે. આ ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ હતી.'

પીએમ મોદીએ પોખરણ પરીક્ષણને લઈને મન કી બાતમાં થયેલા ઉલ્લેખનો વીડિયો શૅર કરતાં લખ્યું છે કે 1998માં પોખરણમાં થયેલા પરીક્ષણોએ બતાવ્યું કે કેવી રીતે એક મજબૂત રાજકારણીય નેતૃત્વ મોટું ફરક ઉત્પન્ન કરી શકે છે.

પીએમ મોદીએ સાથે જ કહ્યું કે આજે દુનિયાને COVID-19થી મુક્ત કરવાના પ્રયત્નોમાં પણ અનેક ટેક્નિકો મદદ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે હું કોરોના વાયરસને હરાવવાની રીતો પર અનુસંધાન અને ઇનોવેશનમાં સૌથી આગળ તે બધાંને સલામ કરું છું. વડાપ્રધાને અપીલ કરી છે કે સ્વસ્થ અને બહેતર ગ્રહ બનાવવા માટે આપણે ટેક્નિકનો ઉપયોગ કરતાં રહીએ.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રાષ્ટ્રીય ટેક્નિક દિવસના અવસરે વધામણીના સંદેશમાં લખ્યું છે કે 1998ના પરમાણુ પરીક્ષણોની વર્ષગાંઠને ચિન્હિત કરતા રાષ્ટ્રીય ટેક્નિક દિવસે સાથી નાગરિકોને વધામણી. આ અવસરે અમે રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવામાં વૈજ્ઞાનિક સમુદાયના અતુલ્ય યોગદાનનો ઉત્સવ ઉજવીએ છીએ.

national news technology news narendra modi ram nath kovind