હત્યાકાંડ બાદ વિકાસ સાઇકલ લઇને શિવલી તરફ ફરાર થયો હતો

09 July, 2020 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

હત્યાકાંડ બાદ વિકાસ સાઇકલ લઇને શિવલી તરફ ફરાર થયો હતો

વિકાસ દુબે મહાકાળ મંદિરમાંથી પકડાયો

ચૌબેપુરના બિકરૂ ગામમાં વિકાસ દુબેએ સીઓ સહિત આઠ પોલીસ કર્મચારીઓની હત્યા કર્યા બાદ તે ખેતરોમાંથી સાઇકલ લઇને ભાગ્યો હતો.  સાઇકલ પર જ તે શિવલી પહોંચ્યો અને પછી ઓળખીતા પાસેથી બાઇક લઇને ત્યાંથી લખનૌ તરફ ચાલ્યો ગયો. તેણે શિવલીમાં પોતાનો મોબાઈલ બંધ કર્યો. બીજી તરફ, તેની પત્ની છેલ્લે ચંદૌલીમાં હતી તેવી ભાળ મળી છે અને માટે જ એમ મનાય છે કે તેના દિકરા સહીત ત્રણે ય જણા નેપલ ભાગી જવાની પેરવીમાં હતા. સર્વેલન્સ, ક્રાઈમ બ્રાંચ અને સ્વોટ ટીમે આ બધી માહિતી એકઠી કરી છે.

2જી જુલાઇએ રાત્રે પોણાથી દોઢ વાગ્યા સુધી રસાકસી ભરો ખેલ ચાલ્યો અને સવા બે વાગ્યે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. જો કે ત્યાં સુધીમાં વિકાસ અને તેના ગુંડાઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા અને ગુંડાઓ તથા વિકાસ અલગ અલગ દિશામાં ભાગ્યા હતા. પકડાયેલા આરોપીએની પુછપરછમાં ખબ પડી કે વિકાસ ખેતરમાં થઇ સાયકલ પર શિવલી પહોંચ્યો હતો. અહીં તે તેના નજીકના એક મકાનમાં ગયો અને બાઇક લઇ નિકળ્યો અને પછી મોબાઈલ બંધ કર્યો. તેની પત્ની અને છોકરો પહેલેથી જ ઘરેથી નીકળી ગયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર પૂર્વે વિકાસ દુબેએ લખનૌમાં રહેતા તેની પત્ની રિચા દુબે અને પુત્રને માહિતી આપી હતી. તેઓ બન્ને રાત્રિના બે વાગ્યે ઘરની બહાર નીકળ્યા હતા. રિચાના લોકેશનની સર્વેલન્સ ટ્રેસ કરતી વખતે ખબર પડી કે તેણે 3 જુલાઈની સવારે ચાંદૌલીમાં પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો.

Crime News national news madhya pradesh kanpur