સ્વામીનો કટાક્ષ: રામના ભારતમાં પેટ્રોલ 93, રાવણની લંકામાં 51 રૂપિયે

03 February, 2021 01:43 PM IST  | 

સ્વામીનો કટાક્ષ: રામના ભારતમાં પેટ્રોલ 93, રાવણની લંકામાં 51 રૂપિયે

સુબ્રમણ્યન સ્વામી

દેશનું સામાન્ય બજેટ ભલે આવી ગયું હોય, પરંતુ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતે સામાન્ય લોકોનું બજેટ બગાડી નાખ્યું છે. આ બધાની વચ્ચે મંગળવારે બીજેપીના જ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ પણ પેટ્રોલ ડીઝલની કિંમત પર કટાક્ષ કર્યો છે.
સુબ્રમણ્યન સ્વામીએ મંગળવારે એક તસવીર શૅર કરી છે. જેમાં લખ્યું છે કે રામના ભારતમાં પેટ્રોલ ૯૩ રૂપિયા, સીતાના નેપાલમાં ૫૩ રૂપિયા અને રાવણની લંકામાં ૫૧ રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યું છે.

subramanian swamy national news budget 2021