રાહુલ મોદી 420 ટ્વિટર પર કેમ ટ્રેન્ડ થયા, જાણો શું છે આની સચ્ચાઇ

07 August, 2020 09:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાહુલ મોદી 420 ટ્વિટર પર કેમ ટ્રેન્ડ થયા, જાણો શું છે આની સચ્ચાઇ

ટ્વિટર પર ટ્રેન્ડિંગ થયા રાહુલ મોદી 420

છેલ્લા બે દિવસથી રાહુલ મોદીનો 420નો રેન્ક વાઇરલ વિશ્વમાં બહુ ચર્ચામાં છે. તમને પણ નવાઇ લાગી હશે કે રાહુલ અને મોદી વળી ક્યાં ભેગા થઇ ગયા અને આ શેનો રેંક હોઇ શકે. UPSCની પરીક્ષા આપનારા રાહુલ મોદીનો રોલ નંબર હતો 6312980. છેલ્લે આપણે ક્યાર કહેના ફિલ્મમાં રાહલુ મોદી નામ સાંભળ્યું હતું જે પાત્ર સૈફ અલી ખાને ભજવ્યું હતું અને તે એક શ્રીમંત બગડેલો નબીરો હતો. પણ આ રાહુલ મોદી તો UPSCની પરીક્ષા આપનારો એક ભણેશ્રી છે. તેના સ્કોરની સાથે સાથે તેનું નામ જાણે લોકો માટે બહુ જ રસનો વિષય બની ગયો. રાહુલ મોદી બે દિવસ પહેલાં ટ્વિટર ટ્રેન્ડ બની ગયો અને લોકોએ જાત ભાતનાં મિમ્સ પણ બનાવ્યા. નામની સાથે સાથે તેનો રેંક જે 420 હતો તેને કારણે લોકોને જલસા પડી ગયા. નેટીઝન્સે રાહુલ મોદીના નામના રિઝલ્ટના સ્ક્રિન શોટ પર ટ્વિટર પર ફરવા માંડ્યા.

વડાપ્રધાન અને કોંગ્રેસના નેતાના નામને મેળવીને બનેલું આ નામ જોરદાર વિરોધાભાસ છે અને એમાંય પાછો રાહુલ મોદીને જે રેન્ક મળ્યો છે તેના કારણે લોકોને વધારે જલસા પડી ગયા છે.

rahul gandhi narendra modi twitter