સ્વાતંત્ર્ય સેનાની લાલા લાજપતરાયની જન્મજયંતિ, PM મોદીએ આપી શ્રદ્ધાજંલિ

28 January, 2021 01:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સ્વાતંત્ર્ય સેનાની લાલા લાજપતરાયની જન્મજયંતિ, PM મોદીએ આપી શ્રદ્ધાજંલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય - ANI)

લાલા લાજપતરાય (Lala Lajpat Rai) ની જન્મજયંતિ પ્રસંગે ગુરૂવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ શ્રદ્ધાજંલિ અર્પિત કરી છે અને સ્વતંત્રતા સંગ્રામમાં તેમનું યોગદાન યાદ કર્યું હતું. વડા પ્રધાન મોદીએ કહ્યું, સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનને ભૂલી શકાય નહીં અને એનાથી તમામ પેઢીના લોકોને પ્રેરણા આપે છે. વર્ષ 1865માં પંજાબમાં જન્મેલા લાલા લાજપતરાય 'પંજાબ કેસરી'ના નામથી પ્રસિદ્ધ થયા હતા.

 વડા પ્રધાને ટ્વિટ કરીને કહ્યું, 'મહાન લાલા લાજપતરાય જીની જન્મજયંતિ પર તેમને યાદ કરી રહ્યો છું. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તેમનું યોગદાન ભૂલી શકાય નહીં અને લોકોને એનાથી પ્રેરણા મળે છે.'

લાલ બાલ પાલમાં ત્રણ સ્વતંત્રતા સેનાનીઓ અને સમાજ સુધારકોમાંથી એક લાલા લાજપતરાય (Lala Lajpat Rai) પણ હતા. એ સિવાય બાળ ગંગાધર તિલક (Bal Gangadhar Tilak) અને બિપિન ચંદ્ર પાલ (Bipin Chandra Pal) છે.

national news new delhi narendra modi