આ છ શહેરોમાંથી એકપણ ફ્લાઇટ કોલકાતા નહીં જઇ શકે, પ્રતિબંધ 15 ઑગસ્ટ સુધી

31 July, 2020 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

આ છ શહેરોમાંથી એકપણ ફ્લાઇટ કોલકાતા નહીં જઇ શકે, પ્રતિબંધ 15 ઑગસ્ટ સુધી

ફાઇલ તસવીર

કોરોનાવારઇસના વધતા કેસોની સ્થિતિમાં પશ્ચિમ બંગાળએ Covid -19ના હૉટસ્પોટ ગણાતા છ શહેરોથી કોલકાતા (Kolkata) આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 15મી ઑગસ્ટ સુધી લંબાવ્યો છે.  આ અંગે કોલકાતા એરપોર્ટે માહિતી આપી.

નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે ટ્વિટ કર્યું છે કે દિલ્હી, મુંબઇ, પુના, ચેન્નાઈ, નાગપુર અને અમદાવાદ એમ છ શહેરથી એકપણ ફ્લાઇટ કોલકાતા એરપોર્ટ 15 ઓગસ્ટ, 2020 સુધી નહીં આવી શકે. પહેલા આ પ્રતિબંધ 31 જુલાઇ સુધી હતો. પશ્ચિમબંગાળ સરકારે સંપૂર્ણ લૉકડાઉનને મામલે સાત દિવસ નિયત કર્યા છે જેથી વધતા કેસિઝ રોકી શકાય.જો કે છ કલાકમાં ત્રણ વાર તારીખો બદલવામાં આવી અને અંતે નક્કી કરાયું ઑગસ્ટમાં  5, 8, 16, 17, 23, 24 અને 31ના રોજ સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવશે. તારીખોમાં પરિવર્તન અંગે વિપક્ષી પાર્ટીઓએ મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે સરકાર કોરોનાને રોકવામાં અસમર્થ છે અને તે ફક્ત તુષ્ટિકરણનું કામ કરી રહી છે. CPMના ધારાસભ્ય સુજાન ચક્રવર્તીએ મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા અને પૂછ્યું કે આ સરકાર છે કે સર્કસ. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે બે અલગ પ્રેસ કોન્ફરન્સ યોજીને લૉકડાઉન તારીખોની ઘોષણા કરી હતી. પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે ઇદના કારણે 1 ઓગસ્ટના રોજ લૉકડાઉન લાગુ કરવામાં આવશે નહીં અને સ્વતંત્રતા દિવસને કારણે 15 ઑગસ્ટે લૉકડાઉન લાગુ કરવામાં આવશે, ઉપરાંત દરેક વીકએન્ડમાં લૉકડાઉન લાગુ કરવામાં આવશે. રક્ષાબંધનનો તહેવાર 3 તારીખે હોવા છતાં સત્તાવાર કેલેન્ડરમાં તે 5 ઑગસ્ટ બતાવાયો છે. બીજી પ્રેસ કોન્ફરન્સમાં સીએમ મમતાએ પોતાની ભૂલ સ્વીકારી અને લૉકડાઉન માટે નવી તારીખોની ઘોષણા કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે લૉકડાઉન ઑગસ્ટમાં જુદા જુદા નવ દિવસોમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારી કેલેન્ડરમાં કોઈ ભૂલ નહોતી. આ અમારી ભૂલ હતી.

kolkata mamata banerjee national news coronavirus covid19