જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતાને આવ્યો કોરોના પૉઝિટીવ

09 June, 2020 05:16 PM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતાને આવ્યો કોરોના પૉઝિટીવ

માતા અને દીકરો હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મધ્યપ્રદેશ ગુણાના સાંસદ અને ભાજપાના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમનાં માતા માધવી રાજે સિંધિયાને કોરોના પૉઝિટીવ આવ્યો છે. તેઓને ઈલાજ માટે મૅક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હૉસ્પિટલે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જણાવ્યું છે. ભાજપ તરફથી રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન ભર્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલથી દિલ્હી આવી ગયા હતા. તે પછી લૉકડાઉન દરમિયાન દિલ્હીમાં જ હતા. લૉકડાઉનમાં છૂટ મળતાં તેમના સમર્થકો તે ફિલ્ડમાં ક્યારે પાછા ફરશે અને ગ્વાલિયર ક્યારે આવશે તેની રાહમાં હતા. ભાજપામાં જોડાયા થયા પછી જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર આવ્યા નથી. પેટા ચૂંટણીઓની લઈને તૈયારીઓમાં સમર્થકો તેમની રાહ જોઈ રહ્યા હતા. અત્યાર સુધી તો તબિયતમાં કોઇ તકલીફ નહોતી પરંતુ ગઈ કાલે અચાનક તબિયત બગડતા તેમને સાકેતની મૅક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા અને ટેસ્ટ કરતા જાણ થઇ કે તેમને Covid-19 પૉઝિટીવ આવ્યો હતો. જ્યોતિરાદિત્યને થોડાઘણાં લક્ષણ હતા પણ તેમનાં માતાને કોઇ લક્ષણ ન હતા છતાં તેમનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો.

દિલ્હી જ નહીં સમગ્ર ભારતમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. આ બાજુ દિલ્લીમાં સીએમ અરવિંદ કેજરીવાલને પણ શરદી ખાંસી અને ગળામાં ખરાશને કારણે કોવિડ 19નો ટેસ્ટ કરાવાયો છે. તેમનો રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવશે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાને પણ કોરોના થયો હતો પણ તેઓ સાજા થયાં તેમને ગઇ કાલે 8 જૂનનાં જ ઘર ભેગાં થયા હતા. તેમને ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોનમાંથી સંપૂર્ણ ઠીક થયા પછી પણ કેટલાક દિવસો સુધી ઘરમાં આઇસોલેશનમાં રહેવું પડે છે.

jyotiraditya scindia delhi news national news