મધ્ય પ્રદેશમાં કોરોના રસી લેનારા એક લાખથી વધુના મોબાઇલ નંબર સરખા!

18 February, 2021 09:23 AM IST  |  Bhopal | Agency

મધ્ય પ્રદેશમાં કોરોના રસી લેનારા એક લાખથી વધુના મોબાઇલ નંબર સરખા!

વૅક્સિનેશન અભિયાનના બીજા તબક્કામાં ગઈ કાલે નાયર હૉસ્પિટલમાં કોરોના વૅક્સિનનો ડોઝ આપી રહેલી નર્સ. (તસવીર: પી.ટી.આઇ.)

મધ્ય પ્રદેશમાં કોરોના વૅક્સિન લેનારા એક લાખથી વધુ લોકોનો એક જ મોબાઇલ નંબર હોવાનું સામે આવ્યું છે. જેના કારણે લોકોને બીજા ડોઝ અંગે માહિતી ન મળી શકી. આ વાત સામે આવતાં સરકારે તપાસના આદેશ આપ્યા છે.

રસીકરણ અભિયાનના ૧૧ ફેબ્રુઆરીએ તૈયાર થયેલા એનએચએમના રિપોર્ટમાં જાણવા મળ્યું કે રસી લેનારા ૧,૩૭,૪૫૪ કર્મચારીઓના મોબાઇલ નંબર એકસરખા છે. આમાં ૮૩,૫૯૮ આરોગ્ય કર્મચારી, ૩૨,૪૨૨ શહેર વહીવટ અને આવાસ વિભાગના કર્મચારી, ૬૯૭૭ મહેસૂલ વિભાગના, ૭૩૩૮ ગૃહ વિભાગના અને ૧૧૯ પંચાયતી રાજ વિભાગના કર્મચારીઓના મોબાઇલ નંબર એકસરખા મળ્યા છે.

coronavirus covid19 madhya pradesh national news