જયા જેટલી સહિત બેને કથિત ભ્રષ્ટાચારના મામલે ચાર વર્ષની સજા ફટકારી

30 July, 2020 05:18 PM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

જયા જેટલી સહિત બેને કથિત ભ્રષ્ટાચારના મામલે ચાર વર્ષની સજા ફટકારી

જયા જેટલી

દિલ્હીની એક કોર્ટે 2000-01માં કથિત રક્ષા કરારમાં ભ્રષ્ટાચાર મામલે સમતા પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ જયા જેટલી અને બે અન્ય લોકોને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે.

CBIની વિશેષ કોર્ટે ગુરુવારે આ ચારને તમામ બુધવારે દોષી ઠેરવ્યા હતા. કેસ વર્ષ 2000-2001નાં ડિફેન્સ સોદા સાથે સંબંધિત છે. તેમને સજા સાથે લાખ રૂપિયાનો દંડ પણ કરાયો છે. ગુરુવારે CBI કોર્ટમાં સુનાવણી દરમિયાન વિશેષ જજ વીરેન્દ્ર ભટ્ટે જયા જેટલી, ગોપાલ પછેરવાલ અને મેજર નજરલ (રિટાયર્ડ) એસપી મુરુગઈને સજા ફટકારી છે. ત્રણેય આરોપી પર કથિત આરોપ છે કે હેન્ડ હેલ્ડ થર્મલ ઇનર્જન્સની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરાયો હતો. બુધવારે આરોપીઓના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે તેમના અસિલો મોટી ઉંમરના હોવાથી ઓછામાં ઓછી સજા કરાય. આ કેસમાં 2006માં ચાર્જશીટ દાખલ કરાઈ હતી.

national news defence ministry