ભારતમાં TikTok પર પ્રતિબંધની ચર્ચા ઉપડી, રેટિંગ્ઝ ઘટી ગયા

19 May, 2020 06:07 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ભારતમાં TikTok પર પ્રતિબંધની ચર્ચા ઉપડી, રેટિંગ્ઝ ઘટી ગયા

ટિકટૉક પર બૅન મુકવાની માંગ આ પહેલાં પણ ભારતનાં વિવિધ કોર્ટ્સમાં થઇ ચુકી છે

આખી ઘટના શરૂ થઇ જ્યારે યુ ટ્યુબર કેરી મિનાતીનાં વીડિયોને લીધે વિવાદ છેડાયો. યુ ટ્યુબ અને ટિક ટૉકની સરખામણી કરતા આ વીડિયોમાં કહેવાયું હતું કે ટિક ટૉક પર ઘણું બધું કોન્ટેન્ટ યુ ટ્યુબની ઉઠાંતરી હોય છે.

યુ ટ્યુબે અંતે આ વીડિયો ખસેડી લીધો હતો પણ સોશ્યલ મીડિયા પર આને કારણે ભારે ચર્ચા ચાલી હતી અને ટિક ટૉકનાં રેટિંગમાં ગણતરીનાં દિવસોમાં જ ઘટાડો થઇ ગયો હતો. તેનું રેટિંગ 4.6માંથી 2 થઇ ગયું હતું અને ત્યારથી #TikTokban અને #TikTokExposed સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે. આ તરફ નેશનલ કમિશન ઑફ વિમનનાં ચેર પર્સન રેખા શર્માએ પણ ભારતીય સરકારને ટિકટૉક પર બૅન મુકવાની માંગણી કરી છે કારણકે તેની પર એવું ઘણું કોન્ટેટ આવે છે જે વાંધાજનક અને સંવેદનશીલ હોય. બળાત્કાર, એસિડ અટેક, પ્રાણીઓ પ્રત્યેની ક્રુરતા જેવી બાબતોને લગતા વીડિયો પણ ટિકટૉક પર હોય છે અને તે આજનાં જુવાનો પર ખોટી અસર કરનારા સાબિત થશે માટે TikTok_inપર પ્રતિબંધ મુકાવો જોઇએ તેવી તેમની માંગણી છે અને તેઓ આ અંગે ભારત સરકારને પત્ર પણ લખવાનાં છે તેવું તેમણે આજે સવારે એક ટ્વિટ કરીને જાહેર કર્યુ હતું.

ટિકટૉક પર બૅન મુકવાની માંગ આ પહેલાં પણ ભારતનાં વિવિધ કોર્ટ્સમાં થઇ ચુકી છે છતાં પણ વિવિધ સ્તનાં લોકો ટિકટૉકનો ઉપયોગ કરતા આવ્યા છે અને તે એપ્પ ઘણી પૉપ્યુલર થઇ ચુકી છે જો કે હવે મામલો ગંભીર બન્યો છે એટલે આગળ શું થાય તે જોવાનું રહ્યું.

tiktok national news