ખેડૂત આંદોલનને 100 દિવસ પૂરા થયા

07 March, 2021 11:30 AM IST  |  Haryana | Agency

ખેડૂત આંદોલનને 100 દિવસ પૂરા થયા

ફાઈલ તસવીર

કેન્દ્ર સરકારના કૃષિ ક્ષેત્રે સુધારા માટેના ત્રણ કાયદાના વિરોધમાં દિલ્હી શહેરની સરહદે ચાલતાં ધરણાં આંદોલનનો ગઈ કાલે ૧૦૦મો દિવસ હતો. એ નિમિત્તે ‘કાળો દિવસ’ મનાવવા ખેડૂત સંગઠનોએ હરિયાણાના સોનીપતના કુંડલી પાસેથી પસાર થતાં વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી ‘રસ્તારોકો’ આંદોલન કર્યું હતું. ૧૩૬ કિલોમીટરનો વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસવે તરીકે પણ ઓળખાય છે.

ખેડૂતો તેમનાં સંગઠનોના ઝંડા હાથમાં લઈને સૂત્રોચ્ચાર કરતાં કરતાં એક્સપ્રેસવે તરફ ગયા હતા અને પાંચ કલાક ‘રસ્તારોકો’ આંદોલન કર્યું હતું. અનિચ્છનીય ઘટનાઓ ટાળવા માટે એ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો

national news haryana new delhi