Coronavirus: દિલ્હીનાં સ્વાસ્થ્યમંત્રીની હવે પ્લાઝ્મા થેરાપીથી સારવાર

19 June, 2020 05:30 PM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: દિલ્હીનાં સ્વાસ્થ્યમંત્રીની હવે પ્લાઝ્મા થેરાપીથી સારવાર

સત્યેન્દ્ર જૈન

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને ફેફસામાં ઈન્ફેક્શન વધી જતા આજે ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતા પરંતુ હવે તેમને મેક્સ હૉસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં તેમની પ્લાઝમા થેરાપી દ્વારા સારવાર કરવામાં આવશે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી  સત્યેન્દ્ર જૈનને  ફેફસામાં ઈન્ફેક્શન વધી જતા આજે ઓક્સિજન સપોર્ટ પર રખાયા હતા પરંતુ તબિયત લથડતા તેમને  મેક્સ હૉસ્પિટલ ખાતે ખસેડાયા છે જ્યાં તેમની પ્લાઝમા થેરાપી દ્વારા સારવાર કરવામાં આવશે. બુધવારે સત્યેન્દ્ર જૈનનો કોરોના વાયરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. ત્યારબાદથી તેમની સારવાર દિલ્હીની હૉસ્પિટલમાં ચાલુ હતી. આ બધા વચ્ચે આજે તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા.તાજી માહિતી અનુસાર હવે તેમને દિલ્હીના સાકેતની મેક્સ હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યાં તેમની પ્લાઝમા થેરેપી દ્વારા સારવાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સત્યેન્દ્ર જૈન જલદી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરી છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન કોવિડ 19ની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતાં અને ગુરુવારે તેમની હાલતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. પરંતુ તેમનો તાવ ઓછો થયો નહીં. અધિકારીઓએ જણાવ્યું કે 55 વર્ષના સત્યેન્દ્ર જૈનને જરૂરિયાત મુજબ ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો હતો. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો કોરોના ટેસ્ટ બુધવારે પૉઝીટિવ આવ્યો હતો. આપમાંથી અત્યાર સુધી ચાર સભ્યોને કોરોના પૉઝિટીવ આવ્યો છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો પણ કોરોનાનો ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો. 

delhi news national news aam aadmi party