Grenade Blast: હંદવાડાના ખાનગી સ્કૂલના પરિસરમાં ગ્રેનેડ ફૂટ્યો

20 February, 2021 12:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Grenade Blast: હંદવાડાના ખાનગી સ્કૂલના પરિસરમાં ગ્રેનેડ ફૂટ્યો

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર કાશ્મીરના હંદવાડા સ્થિત એક સ્કૂલમાં શનિવારે થયેલા બૉમ્બ ધમાકામાં સફાઈ કર્મચારી ઘાયલ થઈ ગયો છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ સિલસિલામાં કેસ નોંધીને તપાસ શરૂ કરી રહી છે.

અહીં મળેલી માહિતી અનુસાર આ ઘટના આજે સવારે બની છે. પોલીસ સૂત્રએ જણાવ્યું કે હંદવાડાની એક ખાનગી સ્કૂસ હિલવિલમાં જ્યારે સફાઈ કર્મચારી કામ કરી રહ્યા હતા, તે સમય દરમિયાન આ ગ્રેનેડ ફૂટ્યું હતું. સફાઈ કર્મચારી રિયાઝ અહમદ અહંગર રાબેતા મુજબ સ્કૂલ પહોંચીને પરિસરની સાફ સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાંના કચરામાં પડેલો એક બૉમ્બ ફૂટી ગયો હતો. આ ધમાકામાં રિયાઝ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બૉમ્બ વિસ્ફોટનો અવાજ સાંભળીને શાળામાં હાજર સ્ટાફ અને સ્થાનિકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

પહેલા તો તેમને લાગ્યું કે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. પરંતુ જ્યારે તેમણે જોયું કે સ્કૂલ પરિસરમાં રિયાઝ ઘાયલ અવસ્થામાં પડી ગયો છે, ત્યારે તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની સારવાર ચાલી રહી છે. હાલ તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.

બીજી તરફ હંદવાડા ડૉ જીવી સંદીપે જણાવ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્કૂલ પરિસરના એક ભાગમાં કોઈ જૂનો લાવારિસ જંગ લાગેલો ગ્રેનેડ પડ્યો હતો. એમાંથી બ્લાસ્ટ થયો છે. આ વિસ્તાર એક સમયે આતંકગ્રસ્ત હતો. બની શકે છે કે કોઈ આતંકવાદીએ ગ્રેનેડને સ્કૂલ પરિસરમાં છુપાવ્યો હોય. તેમણે જણાવ્યું કે હાલમાં ઘાયલ રિયાઝ અત્યારે બોલવાની હાલતમાં નથી. જ્યારે તેને હોશ આવશે ત્યારે તેનું નિવેદન નોંધવામાં આવશે. અત્યારે અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ.

national news new delhi