દિલ્હીનાં CM કેજરીવાલનો રિપોર્ટ આવ્યો, કોરોના નેગેટિવ છે

09 June, 2020 07:22 PM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

દિલ્હીનાં CM કેજરીવાલનો રિપોર્ટ આવ્યો, કોરોના નેગેટિવ છે

કેજરીવાલનો રિપોર્ટ પૉઝિટીવ આવત તો બહુ સમસ્યા થાત કરાણકે તેમને ડાયાબિટીઝની તકલીફ પણ છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં લોકોને રાહતનો શ્વાસ લીધો છે.  સોમવારે ગળાની તકલીફ અને તાવની ફરિયાદ બાદ અરવિંદ કેજરીવાલ સેલ્ફ ક્વૉરેન્ટાઇન થયા હતા. અરવિંદ કેજરીવાલે મંગળવારે સવારે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને સાંજે ટેસ્ટનું પરિણામ આવ્યું હતું જે નેગેટિવ આવ્યું હતું. 51 વર્ષનાં કેજરીવાલની તબિયત રવિવારે બપોર પછી બગડી હતી અને પછી તેમણે બધી જ મીટિંગ વગેરે કેન્સલ કરી દીધું હતું. આપનાં ધારા સભ્ય રાઘવ ચઢ્ઢાએ તેમની તબિયત અંગે લોકોને જાણ કરી હતી અને તેમનો કોરોનાનો ટેસ્ટ કરાશે તેમ કહ્યું હતું જો કે કેજરીવાલનો રિપોર્ટ પૉઝિટીવ આવત તો બહુ સમસ્યા થાત કરાણકે તેમને ડાયાબિટીઝની તકલીફ પણ છે.

અરવિંદ કેજરીવાલે કેબિનેટ સભ્યે તથા અન્ય અધિકારીઓ સાથે રવિવારે બેઠક કરી હતી અને પછી દિલ્હીની હૉસ્પિટલમાં દિલ્હીનાં દર્દીઓની જ સારવાર થશે એવી વિવાદાસ્પદ જાહેરાત કરતી પ્રેસકોન્ફરન્સ કરી હતી. દિલ્હીનાં ડેપ્યુટી ગવર્નરને પગલે આ નિર્ણય તો બદલાઇ ગયો હતો.

દિલ્હીમાં કોરોનાનાં કેસિઝમાં સતત વધારો થઇ રહ્યો છે અને રોજનાં હજારથી વધારે કેસિઝ આવી રહ્યા છે ત્યારે દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે આગામી 10 દિવસમાં 50,000થી કેસ પણ આવી શકે છે.

arvind kejriwal national news delhi news coronavirus covid19