જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં ચલાવી રાઇફલ, જુઓ વીડિયો

17 July, 2020 11:25 AM IST  |  Ladakh | Gujarati Mid-Day Online Correspondent

જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં ચલાવી રાઇફલ, જુઓ વીડિયો

તસવીર- એએનઆઇ

રક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખ પહોંચ્યા છે. આ બે દિવસના પ્રવાસમાં તેઓ ભારતીય સેનાના એક ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે. તેમણે સ્તાકનામાં અહીં આર્મી જવાનોએ પેરા ડ્રોપિંગ અને અન્ય લશ્કરી કરામાતનું પ્રદર્શન કર્યું હતું.  આ દરમિયાન રાજનાથ સિંહે  પોતે પણ હથિયારોની તપાસ પણ કરી હતી. તેમણે પીકા મશીનગન હાથમાં લઈને જોઈ હતી. રાજનાથ સિંહ સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ છે.

બે દિવસની મુલાકાતમાં રાજનાથ સિંહ આજે લદ્દાખમાં ફોરવર્ડ લોકેશનની મુલાકાત લેશે. શનિવારે શ્રીનગર જશે. ગલવાનની ઘટના પછી આ રાજનાથ સિંહની પ્રથમ મુલાકાત છે. 15 જૂને ગલવાન ઘાટીમાં ચીન સાથેના સંઘર્ષમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ન્યૂઝ એજન્સીના સૂત્રો અનુસાર, પેંગોગ ત્સો અને દેપસાંગ વિસ્તારમાં ચીન વિવાદ પહેલાની સ્થિતિમાં પરત આવવા માટે તૈયાર નથી. આ અંગે ભારત-ચીન વચ્ચે મંગળવારે લેફ્ટનન્ટ લેવલે વાતચીત થઈ હતી જે સાડા ચૌદ કલાક ચાલી હતી.

આ પહેલાં રાજનાથ સિંહ 2 જુલાઈએ લદ્દાખની મુલાકાતે જવાના હતા, પરંતુ તે મુલાકાત ટાળી દેવામાં આવી હતી. તેના બીજા દિવસે વડાપ્રધાન મોદી અચાનક લદ્દાખ પહોંચી ગયા હતા.

rajnath singh national news ladakh