દેશમાં કોરોના કેસની સંખ્યા 1,58,06, એક લાખ સુધી બાર દિવસમાં પહોંચ્યા

28 May, 2020 10:58 AM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

દેશમાં કોરોના કેસની સંખ્યા 1,58,06, એક લાખ સુધી બાર દિવસમાં પહોંચ્યા

આજે હવે ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1,58,06 થયો છે અને 4,534 લોકનાં વાઇરસને કારણે મોત થયા છે. આ સાથે દેશમાં સાજા થયેલા લોકોની સંખ્યા 67,749 છે. દેશમાં સૌથી વધારે 56,948 સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે અહીં 1,897 લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 18,545 લોકો સંક્રમિત થયા છે અને 136 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ તરફ હવે 15,257 સંક્રમિતો સાથે દિલ્હી ત્રીજા ક્રમે આવી ગયું છે અહીં 303 લોકોએ જીવ ગુમાવ્યા છે.  અત્યાર સુધી ગુજરાત ત્રીજા ક્રમે હતું.

બુધવારે એક દિવસમાં સૌથી વધારે 7261 દર્દી નોંધાયા હતા. 18 મેના રોજ દર્દીઓનો આંકડો 1 લાખ અને છેલ્લા આઠ દિવસ એટલે કે 27 મેના રોજ દોઢ લાખ થઈ ગયો છે. હવે દર દિવસે સરેરાશ 7000 સંક્રમિતો વધે તેવી શક્યતા છે. એવામાં આ સંખ્યા આગામી જૂનની 5મી તારીખ સુધીમાં 2 લાખને પાર થઈ  શકે છે.

coronavirus covid19 national news