ચીન અને ભારતનું સામસામે દાંત કચકચાવવાનું ચાલુ

26 May, 2020 02:56 PM IST  |  Ladakh | Gujarati Mid-Day Online Correspondent

ચીન અને ભારતનું સામસામે દાંત કચકચાવવાનું ચાલુ

LOC પર ભારતીય અને ચીની સૈન્ય- તસવીર ANI

ભારત અને ચીન વચ્ચે પરિસ્થિતિ વણસી છે અને ચીને પોતાના નાગરિકોને લૉકડાઉનમાં જ ભારતમાંથી પોતાના દેશ બોલાવવાની મથામણ શરૂ કરી દીધી છે. આવતા અઠવાડિયે તેઓ પોતાના નાગરિકોને ભારતમાંથી પાછા લાવવાની કવાયત કરશે.આ માટે દિલ્હી, મુંબઈ કોલકતાથી સાંધાઈ ટોમકીંગ, જીનાન, વુઆંગજો અને જંગજોન્ગ વિમાન સેવાઓ 2જી જૂનથી શરૂ કરવાની તૈયારીઓ ચાલી છે. ચીની એમ્બેસેડરે વેબસાઈટ ઉપર સ્વદેશ પરત આવવા ઈચ્છતા પોતાના નાગરિકોને ફલાઈટમાં બુકીંગ કરાવવાનો નિર્દેશ આપી દીધો છે.ગયા અઠવાડિયા સુધી ઘરે પાછા ફરવા તત્પર 6 હજાર વિદેશીઓમાં ચીની નાગરિકોનો પણ સમાવેશ છે. ભારત ચીન વચ્ચે સંબંધો અત્યારે વણસી રહ્યા છે. તેવા સંજોગોમાં ચીનની આ જાહેરાત સુચક માનવામાં આવે છે.

LOC પર શું સ્થિતિ

જ્યારે એક તરફ પૂર્વી લદ્દાખમાં LOCની નજીક ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે પરિસ્થિતિ તંગ છે ત્યારે ડોક્લામ વિવાદ વંટોળ બની જાય તેવી વકી છે. ઉચ્ચ સૈન્ય સૂત્રો અનુસાર ભારતે બે વિવાદાસ્પદ ક્ષેત્રો પેંગોંગ ત્સો અને ગલવા ખીણમાં પોતાની તાકાત વધારી દીધી છે જ્યાં ચીની સેનાના લગભગ 2000થી 2500 સૈનિક તંબુ તાણીને બેઠા છે.ભારતીય સેના માટે ચિંતાનો વિષય છે ગલવા ખીણમાંદારબુક-શ્યોક-દોલત બેગ ઓલ્ડી રોડની સાથે ભારતીય પોસ્ટ એએમ 120 સહિત કેટલાક પ્રમુખ સરહદી વિસ્તારો પર ચીની સૈનિકોની ઉપસ્થિતિ.ચીની સૈનિકોની ઘુસણખોરી ચિંતા જનક છે અને કોરોનાના સંકટમાં રાજદ્વારી આફત ખડી થાય તેવા સંજોગો થઇ ગયા છે.ANIનાં ટ્વીટ મુજબ ચીની લશ્કરે કાંટાળા તારથી માંડીને લાકડીઓ અને લાઠીઓનો ઉપયોગ કરીને ભારતીય સૈનિકો સાથે લડાઇ કરી છે.

ભારતે પૈંગોંગ ત્સો અને ગલવાન ખીણમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. આ બે વિવાદિત વિસ્તારોમાં, ચીની સેનાએ બે થી અઢી હજાર સૈનિકો તૈનાત કર્યા છે અને ધીમે ધીમે કામચલાઉ બાંધકામને મજબુત બનાવી રહ્યા છે. 

china national news indian army line of control ladakh