Covid-19નાં લક્ષણ જણાતા સંબિત પાત્રાને હૉસ્પિટલમાં દાખલ કર્યા

28 May, 2020 04:20 PM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

Covid-19નાં લક્ષણ જણાતા સંબિત પાત્રાને હૉસ્પિટલમાં દાખલ કર્યા

સંબિત પાત્રા

કોરોના વાઇરસનો કહેર અટકવાનું નામ નથી લેતો ત્યાં દિલ્હીથી સમાચાર મળ્યા છે કે સંબિત પાત્રા જે ભાજપાનાં રાષ્ટ્રીય પ્રવક્તા છે તેમનામાં Covid-19નાં લક્ષણો દેખાયા અને તેમને ગુરૂગ્રામની હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. સંબિત પાત્રા પોતે સર્જન છે અને ન્યુઝ ચેનલ્સમાં સામા વાળાને ચૂપ કરી દેવા માટે જાણીતા છે. સોશ્યલ મીડિયા પર સંબિત પાત્રના સ્વાસ્થ્ય વિષે સમાચાર આવતા ઘણાં લોકોએ તેમને ઝડપથી સાજા થઇ જવાની શુભેચ્છાઓ આપી છે તથા ભાજપાનાં ઘણા નેતાઓએ પણ ટ્વીટ કરી તે જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.

સંબિત પાત્રા પોતે પણ સોશ્યલ મીડિયામાં પણ બહુ જ એક્ટિવ રહે છે.

national news delhi news covid19 coronavirus