Kanpur Shootout: માર્યા ગયેલા ગેંગસ્ટર અમર દૂબેના પિતા જીવતા નિકળ્યા

10 July, 2020 04:34 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Kanpur Shootout: માર્યા ગયેલા ગેંગસ્ટર અમર દૂબેના પિતા જીવતા નિકળ્યા

અમર દુબે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે

કાનપુર શૂટઆઉટના આરોપી વિકાસ દુબેને એન્કાઉન્ટરમાં માર્યા ગયા બાદ તેના સાથી અમર દુબેના સંબંધમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બદમાશ અમર દુબેના પિતા સંજીવ દુબે જીવતા છે તેવી જાણ ગુરુવારે બિકરુ ગામમાં પોલીસ કામગીરી દરમિયાન થઇ હતી. અમરના પરિવારે ઘણા વર્ષો પહેલા કહ્યું હતું કે સંજીવ દુબેનું અવસાન થયું છે.

બિકરૂ ગામમાં અમર દુબે અને અન્ય ગુનેગારો સાથે ગેંગસ્ટર વિકાસ દુબેએ આઠ પોલીસ કર્મચારીઓને મારી નાખ્યા હતા. અમર દુબે વિકાસ દુબેનો જમણો હાથ મનાતો હતો. પોલીસે બુધવારે હમીરપુર જિલ્લાના મોદહામાં અમરને ગોળીએ દઇ દીધો. ગુરુવારે, જ્યારે પોલીસ બિકરુ ગામમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અમર વિશે માહિતી આપવા પહોંચી ત્યારે તેમને જાણ થઈ કે તેના પિતા હજી જીવીત છે. ખબરી પોલીસને સંજીવ છેલ્લા દસ વર્ષથી જ્યાં છુપાઇને જીવતો હતો ત્યાં લઇ ગયો. પોતાના પુત્રની મૃત્યુના સમાચાર જાણી તે બહાર આવ્યો ત્યારે તેને પોલીસે પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે એક દુર્ઘટનામાં માંડ બચ્યો પણ તેણે પોતાનો પગ ખોઇ દીધો. સંજીવ પર ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં ખૂનનો પ્રયાસ, ખંડણી અને લૂંટ સહિત 12 કેસ નોંધાયા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સંજીવ દુબે સાત વર્ષ પહેલા માર્ગ અકસ્માત બાદ ભૂગર્ભમાં ચાલ્યો ગયો અને તેના પરિવારને તેણે પોતે મરી ગયો છે એવું ફેલાવવા કહ્યું જેથી તેની સામેના કેસિઝ બંધ થઇ જાય.

kanpur Crime News national news