બહેનની અપીલ સાંભળી રક્ષાબંધને નક્સલવાદીએ આત્મસમર્પણ કર્યું

03 August, 2020 04:20 PM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Online Correspondent

બહેનની અપીલ સાંભળી રક્ષાબંધને નક્સલવાદીએ આત્મસમર્પણ કર્યું

મલ્લા તેની બહેન લિંગાય સાથે.

એક નક્સલવાદી જેને માથે આઠ લાખનું ઇનામ જાહેર થયેલું હતું તેણે દાંતેવાડા જિલ્લામાં આત્મસમર્પણ કરી દીધું છે. તેની બહેને તેને વિનંતી કરી અને છત્તીસગઢ દાંતેવાડાનાં આ નક્સલવાદીનું હ્રદય પરિવર્તન થઇ ગયું. મલ્લા જે ઘરેથી 12 વર્ષની વયે જ ભાગી ગયો હતો અને નક્સલીઓ સાથે ભળી ગયો હતો અંતે તેની ટૂકડીમાં બળવો થતા તે 14 વર્ષે ઘરે પાછો ફર્યો. તે પાલનાર ગામમાં રહે છે જે દાંતીવાડા જિલ્લામાં આવેલું છે.
તેની બહેન લિંગાયને મલ્લા આટલા બધા વર્ષોથી મળ્યો નહોતો અને તે જ્યારે તેને મળવા આવ્યો ત્યારે તે ત્યાં રોકાવા નહોતો માંગતો. પણ બહેન લિંગાયે તેને કહ્યું કે તે તેને નહીં જવા દે અને પછી તેણે તેને પોલીસને સરન્ડર થઇ જવા વિનંતી કરી. લિંગાય બહુ ડરેલી હતી કે તે ફરી તેના ભાઇને ગુમાવી બેસશે અને તે નક્સલાઇટ્સ વચ્ચે જશે અને એ પણ એવા સંજોગોમાં જ્યારે નક્સલાઇટ્સને પોલીસ ખતમ કરી રહી છે. તેને પોતાના ભાઇની જિંદગીની ચિંતા થઇ અને જ્યારે તેને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે 2016થી તે એક ટૂકડીનો ડેપ્યુટી કમાન્ડર હતો.


તે જે ટૂકડીનો લિડર હતો તે ભાઇરામગઢ એરિયા કમિટીમાં હતી અને ANI સાથે વાત કરતાં દાંતેવાડાના સુપ્રિન્ટેન્ડટ ઑફ પોલીસ અભિષેક પલ્લવે જણાવ્યું કે તે ભાઇરામ ગઢમાં ટૂકડીનો ડેપ્યુટી હતો તે અનુસાર તે એ બધા જ હુમલામાં સામેલ હતો જેમાં પોલીસ કર્મીઓએ જીવ ગુમાવ્યા છે. તે હવે લોન વાર્રત્તુ યોજના અંતર્ગત આત્મ સમર્પણ કરી ચૂકયો છે જે દાંતેવાડાની સ્થાનીક પોલીસે શરૂ કરેલ યોજના છે. અહીં ડાબેરી અંતિમવાદીઓનો બહુ જ ત્રાસ છે.
આ સ્કિમ નક્સલવાદીઓને સરકારને સરન્ડર થવામાં મદદ કરે છે અને બદલામાં તેઓ તેમના પુનઃસ્થાપનનું વચન આપે છે તથા આસપાસમાં તેમને માફક આવે એવો રોજગાર પણ અપાવે છે. એસપીએ જણાવ્યું કે તે હમણાં જ શરણે આવ્યો છે એટલે તેણે કેટલાં ગુના આચર્યા છે તેની વિગતવાર માહિતી તાત્કાલિક નથી કાઢી શકાઇ.

chhattisgarh national news