આ બાળક નથી જાણતું કે જેને ઉઠાડવા મથે છે તે મા હવે રહી નથી, જુઓ વીડિયો

27 May, 2020 06:07 PM IST  |  Muzzafar Nagar | Gujarati Mid-Day Online Correspondent

આ બાળક નથી જાણતું કે જેને ઉઠાડવા મથે છે તે મા હવે રહી નથી, જુઓ વીડિયો

બિહારનાં મુઝ્ઝફરપુરનો આ વીડિયો જોઇને લોકો આઘાતમાં સરી ગયા છે.

કોરોનાવાઇરસનો કહેર તો જેમ છે તેમ છે પણ સાથે સાથે આક્રંદ અને પીડાનો કહેર પણ કાળજું ચિરી નાખે તેવો છે.અહીં જે વીડિયો મૂક્યો છે તે ભલભલા પથ્થર હ્રદયનાંને પણ પીગળાવી દે તેવો છે.બિહારનાં મુઝ્ઝફરપુરનો આ વીડિયો જોઇને લોકો આઘાતમાં સરી ગયા છે. પીડાનો ભાલો સોંસરવો નીકળી જાય તેવા આ વીડિયોમાં એક નાનકડું ભૂલકું, પોતાની મજૂર માને ઉઠાડવાનો પ્રયાસ કરે છે. તે સતત તેની પર ઓઢાડેલો ધાબળો કે ચાદર ખસેડે છે અને તેની સાથે રમત કરે છે. તેને એમ છે કે હમણાં માં ગળે વળગાડશે પણ એ અબુધ બાળક નથી જાણતું કે તેની માં તેને છોડીને ક્યારનીય ભગવાનને ઘરે પહોંચી ગઇ છે. આ મહિલાનું શરીર લાંબો સમય સ્ટેશન પર પડ્યું રહ્યું હતું અને વીડિયોમાં સાંભળી શકાય છે કે રેલવે સ્ટેશનની કામગીરી યથાવત ચાલુ હતી.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ અનુસાર આ મહિલા શ્રમિક ટ્રેનથી બિહાર પહોંચી હતી અને તે અમદાવાદથી આવી હતી. ભારતીય રેલવેના ટ્વીટ અનુસાર તે કટિહાર બિહારની ટ્રેનમમાં હતી. તે ગરમીને કારણે ગુજરી ગઇ હોય તેમ પણ બને. પીડાની વાત એ છે કે મોત હવે આપણને દેખાતું નથી એવી આપણી સ્થિતિ થઇ ગઇ છે, મોતને સાવ સામાન્ય બનાવી દેનારા આપણે એટલા ક્રુર થઇ રહ્યા છીએ કે મોતનો મલાજો ય રાખવાનું ભૂલી રહ્યા છીએ તો સાથે બાળપણની કરુણતા વેઠી રહી હોય એ પણ જોઇ લઇ એ છીએ.કેન્દ્ર અને રાજ્ય સરકારોએ શ્રમિકોની પુરી કાળજી લીધી હોવાના દાવા ચોક્કસ કર્યા છે પણ જે દ્રશ્યો સતત નજરે ચઢે છે એ પછી એવું કંઇ પણ થયું હોય તેમ લાગતું નથી.

bihar national news viral videos