LPG ગૅસમાં 25 રૂપિયાના વધારા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થયો વધારો

05 February, 2021 11:35 AM IST  |  New Delhi | Agency

LPG ગૅસમાં 25 રૂપિયાના વધારા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થયો વધારો

પ્રતીકાત્મક તસવીર

ઘણા દિવસ સુધી કિંમત સ્થિર રહ્યા બાદ ઑઇલ કંપનીઝ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરી વધારો ઝીંકવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ૩૫-૩૫ પૈસા પ્રતિ લિટરનો વધારો કરાયો છે. દિલ્હીમાં પેટ્રોલ ૮૬.૬૫ રૂપિયા લિટર થઈ ગયું છે. આ સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ ૨૫ રૂપિયાનો વધારો કરાયો છે. બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ સેસ લગાડવામાં આવ્યો છે. જોકે સરકારે સ્પષ્ટતા કરી હતી કે એની અસર લોકો પર થશે નહીં. ઇન્ડિયન ઑઇલના ગ્રાહકોએ ૧૪ કિલોગ્રામના નૉન-સબસિડી ઘરેલુ ગૅસ-સિલિન્ડર માટે વધારે કિંમત ચૂકવવી પડશે. એલપીજી સિલિન્ડરની કિંમત ૨૫ રૂપિયા વધારવામાં આવી છે, જેથી દિલ્હીમાં ૭૧૯ રૂપિયા પ્રતિ સિલિન્ડર, મુંબઈમાં ૭૧૦ અને ચેન્નઈમાં ૭૩૫ રૂપિયા થશે.

ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડ ઑઇલ સતત મજબૂત થઈ રહ્યું છે, પરંતુ ભારતીય બાસ્કેટમાં જે ક્રૂડ ઑઇલ આવે છે એની પર ઇન્ટરનૅશનલ કિંમતોની અસર ૨૦-૨૫ દિવસ બાદ જોવા મળે છે. મુંબઈમાં પેટ્રોલ ૯૩.૨૦ રૂપિયા અને ડીઝલ ૮૩.૬૭ રૂપિયા લિટર, ચેન્નઈમાં પેટ્રોલ ૮૯.૧૩ અને ડીઝલ ૮૨.૦૪ રૂપિયાએ પહોંચ્યું. ચેન્નઈમાં પેટ્રોલ ૮૯.૧૩ રૂપિયા અને ડીઝલ ૮૨.૦૪ રૂપિયા તથા કલકત્તામાં પેટ્રોલ ૮૮.૦૧ રૂપિયા અને ડીઝલ ૮૦.૪૧ રૂપિયા થઈ ગયું છે.

નવા વર્ષે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ભાવવધારો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સતત મોંઘવારી વધી રહી છે. માલભાડામાં વધારો થવાથી વસ્તુઓની કિંમતોમાં વધારો થઈ શકે છે. ૨૦૨૧-’૨૨ના બજેટમાં પેટ્રોલ પર ૨.૫ રૂપિયા પ્રતિ ‌લિટર અને ડીઝલ પર ૪ રૂપિયા પ્રતિ લિટર કૃષિ સેસ લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

national news new delhi