દિગ્વિજય સિંહે રાજ્યસભામાં ‌‌જ્યોતિરાદિત્ય સિંધિયાને કહ્યું...

05 February, 2021 10:35 AM IST  |  New Delhi | Agency

દિગ્વિજય સિંહે રાજ્યસભામાં ‌‌જ્યોતિરાદિત્ય સિંધિયાને કહ્યું...

દિગ્વિજય સિંહ

રાજ્યસભામાં ગુરુવારે વિવિધ વિપક્ષ પાર્ટીએ ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોના ચાલી રહેલા આંદોલન મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરતાં વર્તમાન આંદોલનને ઉકેલવાની સરકારની પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા હતા. રાજ્યસભામાં કૉન્ગ્રેસના નેતા દિગ્વિજય સિંહ અને બીજેપીના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયામાં આ ચર્ચા વખતે ગજબની જુગલબંદી જોવા મળી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોદી સરકારનો પક્ષ રજૂ કરતાં કૉન્ગ્રેસને ઘેરી હતી, જ્યારે દિગ્વજિય સિંહનો બોલવાનો વારો આવ્યો ત્યારે તેમની વાત સાંભળી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.


બીજેપીના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા

જે લિસ્ટમાં હતું મેં એ મુજબ જ નામ લીધું. આ વાત પર દિગ્વિજય સિંહ હસી પડ્યા હતા. દિગ્વિજયે સિંધિયાને પોતાનો પક્ષ સારી રીતે રજૂ કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા. તેમણે કહ્યું કે સિંધિયા જે રીતે યુપીએ સરકારનો પક્ષ રજૂ કરતા હતા, એ જ રીતે આજે આ સરકારનો પક્ષ રજૂ કર્યો છે. વાહ મહારાજ વાહ, અમારા આશીર્વાદ તમારી સાથે છે અને રહેશે. સિંધિયાએ કોરોનાકાળમાં મોદી સરકારે લીધેલા નિર્ણયની પ્રશંસા કરી હતી. બીજેપી સંસદસભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કોરોના એક અદૃશ્ય શત્રુ હતો.

વિશ્વમાં કરોડો લોકો એનાથી સંક્રમિત થયા, ૨૦ લાખ લોકોનાં મોત થયાં. ભારતે કોરોનાને માત આપી છે અને પ્રવર્તમાન સમયે સરેરાશ ગ્લોબલ રિકવરી રેટ ૭૦ ટકા છે. ભારતમાં એ સૌથી વધુ ૯૭ ટકા છે. કોરોનાની બીજી લહેર ભારતમાં આવી પણ ન શકી, કારણ કે નેતૃત્વએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો.

સિંધિયા પછી દિગ્વિજય સિંહ બોલવા ઊભા થયા ત્યારે તેમણે અધ્યક્ષને સંબોધતાં કહ્યું કે હું તમારા માધ્યમથી જ્યોતિરાદિત્ય સિંધિયાને અભિનંદન આપવા માગું છું. જે રીતે તેઓ યુપીએ સરકારમાં પક્ષ રાખી રહ્યા હતા એ જ રીતે આજે તેમણે બીજેપીનો પક્ષ રાખ્યો છે. વાહ મહારાજ વાહ. દિગ્વજિય સિંહની વાત પૂર્ણ થયા બાદ સિંધિયાએ હાથ જોડ્યા હતા અને તેમને કહ્યું કે બધા તમારા જ આર્શીવાદ છે. આ વાતોને લઈને રાજ્યસભામાં હાસ્યની છોળો ઊડી હતી.

digvijaya singh jyotiraditya scindia national news new delhi Rajya Sabha