CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને દિલ્હી હાઈકોર્ટમાં રાહત નહીં

11 January, 2019 06:54 PM IST  | 

CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને દિલ્હી હાઈકોર્ટમાં રાહત નહીં

જ્યાં સુધી આરોપ પુરવાર ન થાય ત્યાં સુધી તે નિર્દોષ જ હોય છે.

દિલ્હી હાઈકોર્ટે CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને વચગાળાની રાહત નકારી. જો કે સીબીઆઈએ બે અઠવાડિયા સુધી સ્થિતિ યથાવત્ કરવા માટે કહ્યું છે. આ પહેલાં CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના અને અન્ય તરફથી દાખલ કરેલી અરજી દિલ્હી હાઈકોર્ટે રદ કરી દીધી હતી. રાકેશ અસ્થાના તેમ જ અન્ય વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં દાખલ કેસ રદ કરવા માટે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. ન્યાયાધીશ નજમી વજીરીએ જુદી જુદી અરજીઓ પર 20 ડિસેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે સીબીઆઈ આગામી 10 અઠવાડિયામાં પોતાની તપાસ પૂરી કરે.

સુનાવણીમાં કોર્ટે કહ્યું કે એમાં કોઈ જ શંકા નથી કે સરકારી સેવક વિરુદ્ધ FIR થવાથી તે હેરાન થઈ જાય છે અને દરમિયાન તે ઘણાં દબાણમાં પણ હોય છે. પણ જ્યાં સુધી આરોપ પુરવાર ન થાય ત્યાં સુધી તે નિર્દોષ જ હોય છે.

આ પણ વાંચો : પત્રકારની હત્યા મામલે ગુરમીત રામ રહીમ દોષી જાહેર

રાકેશ અસ્થાનાએ પોતાની અરજીમાં કહ્યું કે તત્કાલીન સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માએ તેમના પર જે કેસ કર્યો, તેમાં કાયદાકીય વલણ લેવાયું નથી, જ્યારે વર્માએ તેના જવાબમાં કોર્ટમાં કહ્યું હતું કે ખરી પ્રક્રિયા મુજબ કેસ દાખલ કરાયો હતો.

delhi high court